અમેરિકામાં વડાપ્રધાન મોદીના ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં વ્હીલચેર પર રાષ્ટ્રગીત ગાનારા સ્પર્શનો બુલંદ અવાજ તમે જરૂર સાંભળ્યો હશે. રાષ્ટ્રગીત ગાતા સમયે તેની છાતી ગર્વથી ગદગદ હતી અને આંખોમાં જોશ હતો. સ્પર્શ જન્મથી જ ઓસ્ટો-જેનેસિસ બિમારી સામે ઝઝૂમી રહ્યો છે. સ્પર્શના માતા-પિતા મૂળ સુરતના છે. આ બીમારીમાં હાડકાં એટલા નબળા પડી જાય છે કે મામૂલી દબાણથી પણ તૂટી જાય છે. જ્યારે સ્પર્શનો જન્મ થયો ત્યારે તેના 45 હાડકાં તૂટેલા હતા. તેની સારવાર કરી રહેલા ડૉક્ટરોએ પરિવારને એટલે સુધી કહી દીધું હતું કે આ બાળક બે દિવસથી વધુ જીવી નહીં શકે. હવે સ્પર્શ 16 વર્ષનો છે. તેમના શરીરમાં 130 ફ્રેક્ચર છે. શરીરમાં લોખંડના 8 રોડ અને 22 સ્ક્રૂ છે પરંતુ મનથી બળવાન છે. ભાસ્કર સાથે વાતચીતમાં સ્પર્શે કહ્યું કે ‘જન્મ પછી શરૂઆતના છ મહિના આઈસીયુમાં વિત્યા, પછીના છ મહિના સુધી મારા નાકમાં નળી નાંખી ભોજન અપાતું હતું. પાપા (હિરેન શાહ) ત્યારે કેપીએમજીમાં નોકરી કરતા હતા. મારી દેખરેખ માટે તેમને આ નોકરી છોડવી પડી હતી. સારવાર પાછળ આશરે 3 કરોડ રૂપિયા ખર્ચ થઈ ગયા. ઉધાર ચૂકવવા માટે પિતાને ચાર વર્ષ લાગી ગયા. સંઘર્ષમાં મા (જિગિશા શાહ)એ સાથ આપ્યો. ગુજરાતી સ્કૂલમાં ભણેલી મમ્મીને ત્યારે અંગ્રેજી બિલકુલ અાવડતું નહોતું પરંતુ તેમણે માત્ર અંગ્રેજી જ ના શીખ્યું પણ આજે તે વિશ્વની ટોપ રેટિંંગ એજન્સીઓમાંની એક મૂડીઝમાં ડાયરેક્ટર તરીકે કામ કરી રહી છે.’ સ્પર્શ જણાવે છે કે ‘હું હંમેશાં વ્હીલચેર પર રહું છું તેથી બાળપણથી જ વાચનમાં રસ છે. સંગીતમાં પણ મન પરોવ્યું છે. મેં ભારતીય શાસ્ત્રીય સંગીતની ટ્રેનિંંગ પંડિત જસરાજ પાસેથી લીધી છે. મને અમેરિકન હીપહોપ ખાસ કરીને એનએમએસ અને ડી-1 પણ બહુ ગમે છે. મમ્મી-પાપાએ મને એટલો મોટિવેટ કર્યો છે કે હું ભરપૂર જીવન જીવું છું. સામાન્ય બાળકોની જેમ સ્કૂલે જાઉં છું, ગાઉં છું અને મોટિવેશનલ સ્પીકર છું. મારો દિવસ સવારે 6.30 કલાકે શરૂ થાય છે. વ્હીલચેર પર જ બાથરૂમ જાઉં છું.
આખા ઘરમાં રાફ્ટ લાગેલા છે જેથી વ્હીલચેર પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં સરળતા રહે. બસથી સ્કૂલ જાઉં છું અને સામાન્ય બાળકો સાથે ભણું છું. સ્કૂલથી પરત ફરી પિયાનો ક્લાસ લઉં છું. પછી સાંજે હોમવર્ક કરું છું. તેમાં મમ્મી-પાપા મદદ કરે છે. કારણ કે પુસ્તકો, નોટબુકો ઉઠાવવા કે વધુ જોર આપી પેન ચલાવવામાં હાડકાં તૂટી જવાનો ડર રહે છે.’
પિતા હિરેન શાહ જણાવે છે કે ‘સ્પર્શે સાડા ત્રણ વર્ષની વયે પિયાનો વગાડવાનું શીખી લીધું હતું. 10 વર્ષનો થતા સુધી રેપ ગાવવા લાગ્યો અને 13 વર્ષની વયે ટ્રેડ ટોકમાં એટલી જબરજસ્ત મોટિવેશનલ સ્પીચ આપી કે અત્યાર સુધી ઓનલાઈન પ્લેટફોર્મ પર આ સ્પીચ અઢી કરોડ વખત સંભળાઈ ચૂકી છે. યાહુએ સ્પર્શને વિશ્વના 10 સૌથી વિલક્ષણમાંનો એક માન્યો છે. 200 દેશોના લોકો તેને ઓળખે છે અને 7 દેશોમાં 150થી વધુ વખત પરફોર્મન્સ આપી ચૂક્યો છે. ગૂગલ ડેલોઈટ યુએન અને મેડિશન ગ્રાઉન્ડ જેવી પ્રતિષ્ઠિત જગ્યાઓએ સ્પર્શ મોટીવેશનલ સ્પીચ આપી ચૂક્યો છે.’ સ્પર્શનું માનવું છે કે આજના સમયમાં દરેક વ્યક્તિએ ગ્લોબલ સિટીઝન તરીકે શિક્ષિત હોવું જરૂરી છે. તેના માટે બે વાતો શીખવી પડશે. એક માતૃભાષા સાથે વિશ્વભરમાં બોલાતી ભાષાઓ જેમ કે અંગ્રેજી, ફ્રેન્ચ અને મેન્ડેરિન અને બીજું ગણિતમાં પારંગત થવું. - શાહ પરિવારે ભાસ્કરના રિતેશ શુક્લાને જણાવ્યા પ્રમાણે
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2mU1H7F
via IFTTT
No comments:
Post a Comment