
મુંબઇ । ભારતમાં પહેલી વાર મુંબઇમાં 4-5 ઓક્ટોબરે નેશનલ બાસ્કેટબોલ એસોસિયેશન (એનબીએ)ના પ્રિ-સીઝન મુકાબલા થશે. એનબીએ ઇન્ડિયા ગેમ્સ 2019ને ધ્યાનમાં રાખીને મુંબઇની જુદી-જુદી ઇમારતોને વિશેષ લાઇટિંગથી સજાવાઇ છે. 5 ઓક્ટોબરની મેચ ફેન્સ માટે હશે. આ મેચ રિલાયન્સ ફાઉન્ડેશન જુનિયર એનબીએ પ્રોગ્રામ હેઠળ રમાશે. તે અંતર્ગત સેક્રેમેન્ટો કિંગ્સ અને ઇન્ડિયાના પેપર્સ વચ્ચે મુકાબલો થશે. નોંધનીય છે કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા ગયા હતા ત્યારે હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ગણતરીના દિવસોમાં ભારતમાં એનબીએ બાસ્કેટબોલ યોજાનાર છે. લોકો પહેલી એનબીએ મેચ નિહાળવા મુંબઇમાં એકઠા થશે. જો વડાપ્રધાન મોદી મને આ ઇવેન્ટ માટે બોલાવે તો હું પણ ભારત જઇ શકું છું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2m16wM7
via
IFTTT
No comments:
Post a Comment