ગુજરાતમાં સોનાની દાણચોરીના કેસમાં રૂ. 1300 કરોડના 4 હજાર - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, September 25, 2019

ગુજરાતમાં સોનાની દાણચોરીના કેસમાં રૂ. 1300 કરોડના 4 હજાર


ગુજરાતમાં સોનાની દાણચોરીના કેસમાં રૂ. 1300 કરોડના 4 હજાર કિલો સોનાની દાણચોરીના કેસમાં ફાઇનાન્સર પ્રમોદગીરી ગોસ્વામી ઉર્ફે રાજુ ગોસ્વામીની રાજકોટથી ધરપકડ કરી છે અને તેને 14 દિવસની જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપાયો છે. છેલ્લા ઘણાં સમયથી ભાગતો ફરતો રાજુ ગોસ્વામી મંગળવારે રાજકોટ ખાતે દેખાયો હતો. રાજુ ગોસ્વામીની પ્રાથમિક પૂછપરછ અને સ્ટેટમેન્ટ લેવાયા પછી વધુ તપાસ અને સ્ટેટમેન્ટ લેવા માટે એર ઇન્ટેલીજન્સ યુનિટ (એઆઇયુ) અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો.

બહુમાળી ભવન પાસે આવેલા ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટમાં રહેતા રાજુ ગોસ્વામી અને તેના સાગરીતોએ વર્ષ 2013થી અત્યાર સુધીમાં 4 હજાર કિલો સોનું દાણચોરીથી ભારતમાં લાવ્યા હોવાની કબુલાત કરી હતી. દુબઇથી દાણચોરી સોનું લાવવાના કૌભાંડમાં રાજુ ગોસ્વામીની સાથે જિજ્ઞેશ સાવલીયા, કેરિયર તરીકે લોકેશ શર્મા, અખંડ જ્યોત જવેલર્સના ઋતજ્ઞા ત્રિવેદી તેની પત્ની હીના ત્રિવેદી, તેનો ભાઇ ધર્મજ્ઞ ત્રિવેદી, મુકેશકુમાર ત્રિવેદી, વીરેન્દ્રસિંગ યાદવ, ભાર્ગવ કનુભાઇ તંતી, જિતેન્દ્ર, બ્રિજેશ રાવલ, મેહુલ ભીમાણી, દિવ્ય બુતીયાની સંડોવણી બહાર આવી છે. રાજુ ગોસ્વામી રાજકોટનો વતની છે અને રાજકોટમાં રણછોડનગરમાં આવેલી મેસર્સ દશરથ સિલ્વર આર્ટ કંપનીમાં તે ડાયરેકટર છે. રાજુ ગોસ્વામીએ ભારતમાં દાણચોરીથી સોનું લાવવા માટે રૂ. 87 કરોડનું ફાઇનાન્સ કર્યું હતું. દુબઇથી સસ્તામાં લાવેલા સોનાને સ્થાનિક બજારમાં વેચીને તેમાંથી થતો નફો વેચી લેતા હતા. આ કેસમાં ઋતજ્ઞાભાઇ ત્રિવેદી, તેની પત્ની હિના ત્રિવેદી, ભાઇ ધર્મજ્ઞ ત્રિવેદીની સામે સમન્સ બજાવાયા છે અને તેઓ હાલમાં ભાગતા ફરે છે. તેઓની સામે સમન્સના અનાદર માટે કેસ દાખલ કરવામાં આવ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2lOUntu
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here