એઈમ્સ છોડી 11 ગરીબોની મફત સારવાર કરી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, September 29, 2019

એઈમ્સ છોડી 11 ગરીબોની મફત સારવાર કરી

હું અભ્યાસમાં પહેલેથી અવ્વલ રહ્યો છું, એટલે નાનપણથી એક જ સપનું હતું કે, મોટો થઈને મુંબઈ-દિલ્હી જેવા મેટ્રોમાં સેટલ થઈ જઈશ. બિક્રમગંજ જિલ્લા (બિહાર)ના કસબા ધારપુરમાં મારું નાનપણ વીત્યું અને મેટ્રિક સુધીનો અભ્યાસ સુવિધાહીન સરકારી સ્કૂલમાં કર્યો. અમારો પરિવાર આર્થિક રીતે એટલો નબળો હતો કે, પિતાજી માંડ અમારી પાયાની જરૂરિયાતો પૂરી કરી શકતા. વધુ અભ્યાસ માટે હું શહેર ગયો. મનમાં દેશભક્તિ ભરી ભરીને પડી હતી, એટલે નેશનલ ડિફેન્સ એકેડેમીની બે વાર પરીક્ષા આપી, પરંતુ નિષ્ફળ રહ્યો. પછી ઘણું વિચારીને મેડિકલમાં જવાનું નક્કી કરી લીધું. પૈસા નહીં હોવાથી કેટલાક સમય પછી બોર્ડિંગ છોડવી પડી. આ દરમિયાન સમાચાર આવ્યા કે, પિતાની તબિયત ખરાબ છે. રાત્રે અમે તેમને ડૉક્ટર પાસે લઈ ગયા, પરંતુ અમારા કસબા અને બિક્રમગંજના એક પણ ડૉક્ટરે દરવાજો સુદ્ધાં ના ખોલ્યો. મારો એક મિત્ર દીવાલ કૂદીને ડૉક્ટરના ઘરમાં ઘૂસ્યો અને જબરદસ્તીથી સારવાર કરવા મનાવ્યા. યોગ્ય સારવાર ના મળતા થોડા જ સમયમાં તેમનું મૃત્યુ થયું. આ રીતે મારો દોસ્ત પણ રસ્તા પર એક દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયો. સારવારના અભાવે તેણે પણ દમ તોડી નાંખ્યો. અહીં વધી રહેલી ગુનાખોરીના કારણે સાંજ પછી કોઈ ઘર બહાર નહોતા નીકળતા અને દરવાજો પણ નહોતા ખોલતા. પિતા સાથે થયેલી આ ઘટના પછી મેં નક્કી કરી લીધું કે, ડૉક્ટર બનીને ગામમાં ક્લિનિક શરૂ કરીશ. ડૉક્ટર બનવું કંઈ સરળ ન હતું. બહુ ખર્ચ હતો, પરંતુ મેં હાર ના માની. તંગીના કારણે કોચિંગ નહોતો જઈ શકતો.

અભ્યાસમાં અવ્વલ રહેવું મારા માટે લાભદાયી સાબિત થયું અને 2001માં ગુવાહાટી મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું. મોટા ભાઈએ શક્ય એટલી બધી મદદ કરી. પૈસા જોઈતા હતા તો સંબંધિ, મિત્રો પાસે માંગ્યા, હાથ ફેલાવ્યા, કોચિંગ વિના ભણ્યો. આ રીતે એમબીબીએસ પૂરું કર્યું અને આસિસ્ટન્ટ પ્રોફેસર બન્યો. ત્યાર પછી 2008થી એઈમ્સ, દિલ્હીમાં બે વર્ષ ડૉક્ટરી કરી. પિતા અને મિત્રના મોતના ઘા દિલમાં હતા. હું ગામ પાછો આવીને હોસ્પિટલ ખોલવાની વાત કરતો ત્યારે મારા મિત્રો મને પાગલ, નાસમજ કહેતા. જોકે, નસીબ સાથ આપી રહ્યું હતું, 2010માં લગ્ન થયા. પત્ની સોનમ પણ ડૉક્ટર હતી. સૌથી મોટી વાત એ હતી કે, તેના અને મારા વિચારો સમાન હતા. 2013માં એમએસ પૂરું કર્યું અને મેટ્રોમાં રહેવાનું સપનું ભૂલીને 2014માં ગામ પાછો આવ્યો. ભાડાના એક ઓરડામાં 24 કલાક સારવાર આપતી ‘કરુણા હોસ્પિટલ’ની શરૂઆત કરી. બધા ટોણા મારતા હતા કે, આ ક્ષેત્રમાં સારું જીવન મળે છે, પરંતુ તુ અહીં ડૉક્ટરી કરીશ?

પહેલા અમારા ક્ષેત્રમાં ફક્ત શરદી-ખાંસીનો સારવાર થતો, અન્ય રોગો માટે પટણા જવું પડતું. મારા આવવાથી ગ્રામીણોની સારવારની સાથે ઓપરેશન પણ થવા લાગ્યા. સોનમ 2018માં ગાયનેકોલોજિસ્ટ બની ગઈ. છેલ્લા છ વર્ષમાં અમે બંનેએ 11 હજાર લોકોની મફત સારવાર કરી અને દવાઓ પણ મફતમાં આપી. તેમાં બધા પ્રકારની બિમારીના દર્દીઓ સામેલ હતા. અત્યાર સુધી હું છ હજાર ઓપરેશન કરી ચૂક્યો છું અને મારા હાથે આજ સુધી કોઈનું મૃત્યુ નથી થયું. આજે બિક્રમગંજ સહિત ત્રણ સ્થળે અમારી હોસ્પિટલની શાખા છે. અમારે ત્યાં તમામ ગરીબોની તપાસ, દવાઓ અને સારવાર મફત થાય છે. હું એવા 200 લોકોના (ગુનેગાર અને સામાન્ય માણસો) જીવ બચાવી ચૂક્યો છું, જેમને ગોળી વાગી હતી. હું પહેલા સારવાર કરું છું, પછી પોલીસ કાર્યવાહી થાય છે. મારા એક બોલ પર એક યુનિટ લોહીની જરૂરિયાત પૂરી કરવા લાંબી લાઈન લાગી જાય છે. થોડા પૈસા મળતા મેં ધારપુરમાં નંદવાટિકા અને એક પુસ્તકાલય શરૂ કર્યું. પુસ્તકાલયમાં હું અને મારી પત્ની બાળકોને મફત ભણાવીએ છીએ. આ સંપૂર્ણ સમાજસેવામાં મારી પત્ની બરાબરની ભાગીદાર છે. તેના સાથ વિના આ અશક્ય છે. તે પર્યાવરણ ક્ષેત્રે પણ ખૂબ કામ કે છે.

એક ઘટનાનો ઉલ્લેખ કરવા માંગુ છું. 2015માં લગ્નવાળા એક ઘરમાં છત પર બહુ જ બધા લોકો ભેગા થઈને જાનનું સ્વાગત કરી રહ્યા હતા. અચાનક છત પડી અને ત્યાં ઊભેલા અનેક લોકો દટાઈ ગયા. તેમાં આશરે 70 લોકોને ઈજા થઈ. સરકારી હોસ્પિટલમાં સુવિધા ન હોવાથી લોકોએ ત્યાં તોડફોડ કરી. પછી એ તમામની મેં સારવાર શરૂ કરી. કેટલાકને ફ્રેક્ચર હતું, કેટલાકના માથા ફાટી ચૂક્યા હતા અને કેટલાક અત્યંત ગંભીર હતા. મેં જીવ લગાવી દીધો અને કોઈને મરવા ના દીધા. કેટલાક કલાક પછી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ત્યાં પહોંચ્યા અને ત્યાંની સ્થિતિ જોઈને વખાણ કરવા લાગ્યા.

એક અન્ય ઘટના 2018ની છે. બિક્રમગંજ ચોક પર રાત્રે દોઢ વાગ્યે એક દુર્ઘટના ઘટી. ટ્રકે જીપને જોરદાર ટક્કર મારી હતી. જીપમાં ફસાયેલા વ્યક્તિને ત્યારે જ કાઢી શકાય એમ હતી, જ્યારે ગેસ કટરથી જીપ કાપવામાં આવે. મને માહિતી મળી તો મેં ત્યાં પહોંચીને એક જ સ્થિતિમાં તેના ટાંકા લઈ લીધા. ત્યાં જ સલાઈન અને લોહી આપવાનું શરૂ કરી દીધું. સારવારના બે કલાક પછી જીપ કાપવાનો સામાન આવ્યો. જો તેને યોગ્ય સમયે સારવાર ના મળી હોત તો તે મરી જાત.

(બિક્રમગંજના રિપોર્ટર અજિતકુમાર સિંહને જણાવ્યા અનુસાર)

બંદિશો સે પરે

આ અઠવાડિયે

ફિઝિશિયન અને સર્જન,

ડૉ. કોમેન્દ્ર કુમાર સિંહ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - aimes left 11 treated poor for free 062526


from Divya Bhaskar https://ift.tt/2mKEll3
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here