સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડ કબડ્ડી ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમના પાકિસ્તાન જવા પર વિવાદ થયો છે. રમત મંત્રાલય અને ભારતીય નેશનલ ફેડરેશને કહ્યું કે, તેમણે કોઈપણ એથલીટને પાકિસ્તાન જવાની મંજૂરી આપી નથી. ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે ભારતીય ટીમ શનિવારે વાઘા બોર્ડર થકી લાહોર પહોંચી. ટીમના લાહોર પહોંચવાની તસવીરો વાઈરલ થઈ હતી. પાકિસ્તાન પંજાબના રમત મંત્રી રાય તૈમુર ખાન ભટ્ટીએ લાહોરની હોટલમાં ભારતીય ટીમનું સ્વાગત કર્યું. પાકિસ્તાનમાં પ્રથમવાર કબડ્ડી ચેમ્પિયનશિપ યોજાઈ રહી છે, જે સોમવારથી શરૂ થશે.
રમત મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે,‘સરકારે કોઈપણ એથ્લિટને પાકિસ્તાન જવાની મંજૂરી આપી નથી. જ્યારે ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે તે જરૂરી હોય છે. અમને આ અંગે ત્યારે જાણ થઈ જ્યારે અમારી પાસે માહિતી માગવામાં આવી. મંજૂરી વગર જનારાઓ પર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ.’ ભારતીય એમેચ્યોર કબડ્ડી મહાસંઘના એસ.પી. ગર્ગે જણાવ્યું કે,‘ફેડરેશને કોઈ પણ ટીમને મંજૂરી આપી નથી. અમારી પાસે પાકિસ્તાન જનારી કબડ્ડી ટીમ વિશે કોઈ માહિતી નથી.’
Team India doing March Past at the opening ceremony of Kabbadi Worldcup 2020#KabaddiWorldCup pic.twitter.com/5ATvElOa0i
— Indian Kabaddi Team (@KabaddiIndia) February 9, 2020
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37dOF5S
via IFTTT
No comments:
Post a Comment