
ગુજરાતીઓની બહુમતીવાળી મુંબઇની 11 સીટ પર રૂપાણીનો ઝંઝાવાતી પ્રચાર
રૂપાણીએ પ્રચારની શરૂઆત કરતા પૂર્વે શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. આ દરમિયાન તેમણે અભિનેતા સન્ની દેઓલ સાથે મુલાકાત કરી હતી. રૂપાણીએ બૃહદ મુંબઇ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી.
આ સંમેલનમાં તેમણે કહ્યું કે કોંગ્રેસમાં ન નેતા ન નીતિ છે. કોંગ્રેસે વોટબેંકની રાજનીતિ કરીને, દેશને બરબાદ કર્યો છે. જયારે ભાજપ સરકારનો વિકાસની રાજનીતિનો એજન્ડા રહયો છે. દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડનવીસની સરકારે જનસમાજને મધ્યમ રાખીને વિકાસની હારમાળા સર્જી છે.
વર્સોવાના ભાજપના ઉમેદવાર ડો. ભારતીબેન લવેકરના સમર્થનમાં આયોજિત જનસભાને સંબોધી હતી. અહીં તેમણે કાશ્મીરમાંથી 370 ની કલમની નાબૂદી તથા કોંગ્રેસના પરિવારવાદ અને એનસીપીના તાજેતરમાં બહાર પડેલા કથિત ભ્રષ્ટાચારના કિસ્સાઓ અંગે વાત કરી હતી.
ત્યારબાદ તેમણે મુંબઈ ખાતે ભારત ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત મુંબઇ ઇરલા ખાતે ગુજરાતી ફિલ્ અને રંગમચના કલાકારો, સાહિત્યકારો, લેખકો, સામાજિક સંસ્થાના આગેવાનો સાથે બેઠક યોજી તેમને ભાજપના સમર્થનમાં મત આપવા તથા લોકોને તે માટે અપીલ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે વૈષ્ણવ સમાજની ચંપારણ્ય ધામ હવેલી તથા જૈન દેરાસરની મુલાકાત પણ કરી હતી. રાત્રિના સમયે તેમણે મલાડ વિસ્તારમાં રોડ શો પણ યોજ્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35BTlDd
via IFTTT
No comments:
Post a Comment