
અસત્ય સામે સત્યના વિજયનું પર્વ દશેરા નિમિત્તે લોકો મીઠાઈ ખાયને ઉજવણી કરશે. આજે ઘરે ઘરે મીઠાઈ ખવાશે. રાજકોટના લોકો આજે એક જ દિવસમાં 2 હજાર કિલો મીઠાઈ અને જલેબી ખાય જશે. તો 3 હજાર કિલોથી વધુ ગાંઠિયા ખાય જશે. સામાન્ય રીતે દિવાળી, દશેરા અને ગણેશોત્સવ જેવા તહેવાર પૂર્વે મીઠાઈ અને ફરસાણમાં થતી ભેળસેળ પકડવા માટે નમૂના લેવાતા હોય છે, પણ આ વખતે દશેરાએ જ આરોગ્ય અધિકારીનું ઘોડું નથી દોડ્યું. રાજકોટમાં 600થી વધુ મીઠાઈની દુકાન આવેલી છે અને 550 જેટલા ફરસાણના ધંધાર્થી છે.રાજકોટમાં મીઠાઈમાં ભેળસેળ અને દાઝિયા તેલમાં ફરસાણ બનાવવું એ કોઈ નવી વાત નથી, ત્યારે આ વખતે આરોગ્ય અધિકારી દ્વારા નમૂના લેવાની કે કોઈ તપાસની કાર્યવાહી નહીં કરાતા નાછૂટકે લોકોને ભેળસેળવાળી મીઠાઈ ખાવી પડશે.જેના પરિણામે લોકોનું અારોગ્ય જોખમાશે.
સત્ય | તહેવારો દરમિયાન લોકો ભેળસેળવાળી મીઠાઈ ન આરોગે તે માટે મનપાએ તહેવાર પૂર્વે નમૂના લેવા જોઈએ પણ આવું થતું નથી. લોકો હજારો કિલો મીઠાઈ આરોગી ત્યારબાદ તેના નમૂનાનો રિપોર્ટ આવે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35d1jm0
via
IFTTT
No comments:
Post a Comment