
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય બેડમિન્ટન ટીમના કોચ પુલેલા ગોપીચંદ પીવી સિંધુના ખરાબ ફોર્મને લઈને ચિંતામાં નથી. તેમનું માનવું છે કે, આ ભારતીય બેડમિન્ટન માટે અઘરો સમય છે, કારણકે ઓલિમ્પિકનું વર્ષ છે અને સાઈના નહેવાલ તથાકિદાંબી શ્રીકાંત સંઘર્ષ કરી રહ્યા છે. ગોપીચંદે 'ડ્રિમ્સ ઓફ બિલિયન: ઇન્ડિયા એન્ડ ધ ઓલિમ્પિક ગેમ્સ' બુકના લોન્ચ પર આ વાત કહી હતી.
ગોપીચંદે કહ્યું- સિંધુ સંઘર્ષ કરી રહી છે, પરંતુ તે એવી ખેલાડી છે જેણે મોટી ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું છે. આ ઓલિમ્પિકનું વર્ષ છે અને અમને ખબર છે કે આનું સમાધાન કઈ રીતે થશે.
સિંધુએ ગયા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. તે અત્યારે ક્વોલિફિકેશન રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને છે, જ્યારે સાઈના 22મા ક્રમે છે. સાઈનાને ક્વોલિફાય પીરિયડ સમાપ્ત થાય ત્યાં સુધીમાં 16મા સ્થાને આવું પડશે. આ પીરિયડ એપ્રિલમાં સમાપ્ત થશે અને ત્યાર સુધીમાં ટોક્યો માટે ભારતીય ટીમ પસંદ થઇ જશે. શ્રીકાંત અત્યારે 26મા ક્રમે છે અને તેને પણ 16 સ્થાનની અંદર આવું પડશે.
ગોપીચંદે કહ્યું કે, "આ અઘરો સમય છે. ક્વોલિફિકેશન સમાપ્ત થવામાં 7-8 ટૂર્નામેન્ટ બાકી છે અને શ્રીકાંતે ક્વોલિફાય થવા માટે બહુ સારી રમત દાખવવી પડશે. છેલ્લી કેટલીક ટૂર્નામેન્ટ સારી નથી રહી, તેમ છતાં મને આશા છે કે આ લોકો સારું પ્રદર્શન કરીને વાપસી કરશે. સાઈનાનું એક-બે સારું પ્રદર્શન તેને ટોક્યોમાં સ્થાન આપશે."
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2uxJAb4
via IFTTT
No comments:
Post a Comment