
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્માએ અમેરિકન બાસ્કેટબોલ ખેલાડી કોબી બ્રાયન્ટના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કોહલીએ સોશિયલ મીડિયામાં લખ્યું કે, "આ સમાચારથી હું ખૂબ જ આઘાતમાં છું." જ્યારે રોહિતે કહ્યું, "રમતગમતની દુનિયા માટે દુખદ દિવસ. કોબી બ્રાયન્ટ, તેમની પુત્રી અને અકસ્માતમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ." હેલિકોપ્ટર ક્રેશમાં બ્રાયન્ટ અને તેમની દીકરી સહિત 9 લોકોના મોત થયા છે.
કોહલીએ વધુમાં લખ્યું છે કે, "બાળપણની ઘણી યાદો છે જ્યારે આ 'જાદુગર'ને કોર્ટમાં રમતા જોવા હું સવારે વહેલો જાગતો હતો. તેના આત્માને શાંતિ મળે. તેના પરિવારને દુખ સહન કરવાની સહન કરવાની શક્તિ આપે.” શ્રેયસ ઐયર અને જસપ્રીત બુમરાહે પણ બ્રાયન્ટના મૃત્યુ પર દુખ વ્યક્ત કર્યું હતું.
Rest in peace Kobe and his daughter and also the victims of the helicopter crash. Devastated 💔 pic.twitter.com/6vno0IZ3uK
— Shreyas Iyer (@ShreyasIyer15) January 27, 2020
Gone too soon. Rest in peace legend. #KobeBryant 👑 pic.twitter.com/zU1FZrXri8
— Jasprit Bumrah (@Jaspritbumrah93) January 27, 2020
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/38KUqtk
via IFTTT
No comments:
Post a Comment