
સ્પોર્ટ્સ ડેસ્ક: 12 વર્ષીય તિરંદાજ શિવાંગિની ગોહેનના ગળામાંથી શુક્રવારે ડૉક્ટરોએ તીર કાઢ્યું. 3.30 કલાક સુધી સર્જરી ચાલી હતી. ખેલાડીને હાલ ડૉક્ટર્સના ઓબ્ઝર્વેશન હેઠળ આઈસીયુમાં રાખવામાં આવી છે. જ્યાં તેની સ્થિતિ સ્થિર છે. દિબ્રૂગઢ સાઈ સેન્ટરમાં અભ્યાસ કરતી શિવાંગિનીને 8 જાન્યુઆરીએ ટ્રેનિંગ દરમિયાન તીર વાગ્યું હતું. ગુવાહાટીથી 450 કિ.મી. દૂર છબુઆની શિવાંગિનીના તીરને સ્થાનિક ડૉક્ટર્સ કાઢી શક્યા નહોતા તેથી ગુરુવારે તેને એરલિફ્ટ કરી દિલ્હી એમ્સ ખસેડવામાં આવી હતી. ખેલાડીની માતા જીનાએ આ ઘટનાને અકસ્માત માન્યું અને તેઓ કોઈની વિરુદ્ધ ફરિયાદ કરવાના નથી તેમ કહ્યું હતું. અગાઉ સાઈ ખેલાડીની સારવારનો તમામ ખર્ચ ઉપાડવાની જાહેરાત કરી ચૂક્યું છે.
ખેલાડીની માતા જીનાએ કહ્યું કે,'તે 3 દિવસથી સતત જાગી રહી છે, પરંતુ હવે સફળ સર્જરીથી ખુશ છે. જોકે શિવાંગિનીએ કંઈ ખાઈ શકતી નથી. ડૉક્ટરોએ કહ્યું કે તે શનિવારથી બધુ ખાઈ શકશે.' જીનાની 2 દીકરીઓ છે. શિવાંગિની પાંચમા ધોરણમાં ભણે છે. પિતા દિબ્રૂગઢમાં દુકાન ચલાવે છે. તેમણે જણાવ્યું કે, દીકરીને તીર વાગવાની ઘટના એક અકસ્માત હતો. ઘરની આસપાસ કોઈ મેદાન ના હોવાના કારણે તે સાઈ સેન્ટરે જતી હતી. તે 2.5 વર્ષથી ત્યાં જ અભ્યાસ કરી રહી છે. તેની માતા 8 જાન્યુઆરીએ દીકરીને મેદાન પર છોડી નીકળી ગઈ હતી. ત્યાં અન્ય એક ખેલાડીના માતા-પિતા હાજર હતા. દિબ્રૂગઢ સાઈ સેન્ટરના કોચ મર્સી શિમરેએ કહ્યું કે,'આસપાસ કોઈ મેદાન ના હોવાથી બહારના ખેલાડીઓને મંજૂરી આપવામાં આવી.' તેમની ડ્યૂટી ખેલો ઈન્ડિયા ગેમ્સમાં લાગી હતી. એવામાં તેમના માતા-પિતાએ પ્રેક્ટિસ માટે મંજૂરી માગી હતી. કોચએ કહ્યું કે, ખેલાડીઓના માતા-પિતાએ કહ્યું હતું કે તેઓ પ્રેક્ટિસ દરમિયાન મેદાન પર રહેશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Tdl3T6
via IFTTT
No comments:
Post a Comment