
વોશિંગ્ટન: અમેરિકન બાસ્કેટબોલ લીગ ‘એનબીએ’ના દિગ્ગજ ખેલાડી કોબી બ્રાયન અને તેમની દીકરીનું કેલિફોર્નિયામાં એક હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું છે. બ્રાયન રવિવારે તેમના પ્રાઈવેટ હેલિકોપ્ટરથી મુસાફરી કરી રહ્યા હતા. તેમની સાથે તેમની 13 વર્ષની દીકરી ગિયાના અને સપોર્ટ સ્ટાફના અન્ય 7 લોકો પણ હેલિકોપ્ટરમાં જ હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે કૈલાબસાસમાં બ્રાયનનું હેલિકોપ્ટર સંતુલન ગુમાવીને નીચે પડ્યું હતું અને બ્લાસ્ટ સાથે ટૂટી પડ્યું હતું. આમ, હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહેલા દરેક લોકોના મોત થયા છે.
કોણ છે કોબી બ્રાયન?
કોબી બ્રાયને બાસ્કેટબોલના ખેલાડી તરીકે તેના કેરિયરના 20 વર્ષ લોસ એંજિલસ લેકર્સ ટીમ સાથે પસાર કર્યા છે. આ દરમિયાન તેમણે ટીમને 5 વખત ચેમ્પિયન બનાવી. તેઓ પોતે 2008માં એનબીએના મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (એમવીપી) રહ્યા. તે સિવાય બે વાર ફાઈનલમાં પસંદગી થઈ. બ્રયાને અમેરિકન ટીમને ઓલિમ્પિકમાં બે વાર ચેમ્પિયન બનાવી. બ્રાયનની સૌથી યાદગાર મેચ 2006માં ટોરેન્ટો રેપ્ટર્સ વિરુદ્ધ હતી. ત્યારે તેમણે લોસ એંજિલસ લેકર્સ તરફથી 81 પોઈન્ટનો સ્કોર કર્યો હતો. તેમણે એપ્રિલ 2016માં પ્રોફેશનલ કેરિયરમાંથી નિવૃત્તિ લીધી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2U0ZOnM
via IFTTT
No comments:
Post a Comment