
સ્પોર્ટ્સ ડેસ્ક: “મારું હૃદય ધબકારા લઈ શકે છે, મારું મન હજી પણ દબાણનો સામનો કરીને રમી શકે છે, પરંતુ મારું શરીર જાણે છે કે હવે ગુડબાય કહેવાનો સમય છે,” કોબી બ્રાયને “ડિયર બાસ્કેટબોલ” નામની કવિતા લખીને 2016માં ફેન્સને તેમની નિવૃત્તિ અંગે જાણ કરી હતી. તેના પરથી 2018માં બનેલી ફિલ્મને બેસ્ટ શોર્ટ એનિમેટેડ ફિલ્મનો ઓસ્કાર અવોર્ડ મળ્યો હતો. આ વર્ષે અમેરિકન બાસ્કેટબોલ લીગ 'NBA'ના હોલ ઓફ ફેમમાં સ્થાન મેળવવા માટે તે એક નોમિની હતા. જોકે હોલ ઓફ ફેમમાં સ્થાન મેળવે તે પહેલા જ ‘NBA’ના દિગ્ગજ ખેલાડી અને તેમની દીકરીનું કેલિફોર્નિયામાં એક હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું છે. બ્રાયન રવિવારે તેમના પ્રાઈવેટ હેલિકોપ્ટરથી મુસાફરી કરી રહ્યા હતા. તેમની સાથે તેમની 13 વર્ષની દીકરી ગિયાના અને સપોર્ટ સ્ટાફના અન્ય 7 લોકો પણ હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે કૈલાબસાસમાં બ્રાયનનું હેલિકોપ્ટર સંતુલન ગુમાવીને નીચે પડ્યું હતું અને બ્લાસ્ટ સાથે ટૂટી પડ્યું હતું. આમ, હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહેલા દરેક લોકોના મોત થયા છે.
1996માંNBA ડ્રાફ્ટમાં સમાવેશ થયો, લેકર્સને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું
બ્રાયનનો હાઈ-સ્કૂલ પછી તરત જ 1996માં NBA ડ્રાફ્ટમાં સમાવેશ થયો હતો. તેઓ કેરિયરના 20 વર્ષ લોસ એન્જલસલેકર્સ ટીમ સાથે જોડાયેલા હતા.20માંથી 18 સીઝનમાં તેઓ ઓલસ્ટાર સાબિત થયા હતા. તેમણે પાંચ વખત ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ એટલા બધા સ્પર્ધાત્મક હતા કે ઘણીવાર તેમના સાથી ખેલાડીઓ અને કોચીસને તેમની સાથે મતભેદ થઇ જતો હતો. જોકે કોઈએ ક્યારેયપણ તેમના રમત પ્રત્યેના કમિટમેન્ટ અંગે પ્રશ્ન કર્યો નહોતો. તેઓ "પ્લે ટૂ વિન"ની ફિલોસોફીમાં માનતા હતા.
2008 અને 2012માં ઓલિમ્પિક ગોલ્ડ જીતાડ્યો
બ્રાયનને 2007-08ની સીઝનમાં NBAના મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (MVP)નો એવોર્ડ મળ્યો હતો. તેમજ NBA 2009 અને 2010ની ફાઇનલ્સમાં પણ MVP તરીકે તેમની પસંદગી થઇ હતી. તે પહેલા 2006ના એક મુકાબલામાં બ્રાયને એક મેચમાં 81 પોઇન્ટ ગેમ અચીવ કર્યા હતા, જે NBAના ઇતિહાસમાં સેકન્ડ હાઈએસ્ટ સિંગલ ગેમ ટોટલ છે. તેઓ 12 વખત ઓલ ડિફેન્સ ટીમ માટે પણ રમ્યા હતા. 2008માં બેઇજિંગ ઓલિમ્પિક અને 2012 લંડન ઓલિમ્પિકમાં તેમણે અમેરિકાને ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો.
2016માં વાપસી કરીને વધુ એકવાર બતાવ્યું કે બોસ કોણ છે
2016માં બ્રાયન વાપસી કરી રહ્યા હતા. તે દરમિયાન તેમનું ફોર્મ તેમના ક્લાસ સાથે મેચ થતું નહોતું. એવી ચર્ચા ચાલી રહી હતી કે શું તેઓ હવે ફરી ક્યારેય પહેલી જેવી રમત દાખવી શકશે નહીં? જોકે બધાને ખોટા સાબિત કરતા તેમણે તે જ વર્ષે ઉતાહ જેઝની ટીમ સામે લેકર્સ માટે 60 પોઈન્ટ્સ સ્કોર કર્યા હતા. ત્યારે લેકર્સ પોઈન્ટ્સ ટેબલમાં છેલ્લા સ્થાને હતી અને આ મેજર અપસેટ બ્રાયનના લીધે જ સંભવ થયો હતો. તેના થોડા સમય પછી તેમણે પ્રોફેશન કરિયરમાંથી નિવૃત્તિ લીધી હતી.
2003માં રેપનો કેસ થયો હતો, પબ્લિકમાં માફી માગી હતી
કોર્ટની બહાર બ્રાયન બહુ કોમ્પ્લિકેટેડ હતા. 2003માં USના કોલોરાડોમાં તેમની ધરપકડ થઇ હતી. એક 19 વર્ષની હોટલ કર્મચારીએ ફરિયાદ કરી હતી કે, બ્રાયને તેમની સાથે દુષ્કર્મ કર્યું હતું. જોકે પછીથી બ્રાયન વિરુદ્ધ આ કેસ ડ્રોપ કરવામાં આવ્યો હતો અને કોર્ટની બહાર સમાધાન થયું હતું. જોકે આ બનાવ માટે બ્રાયને પબ્લિકમાં માફી માગી હતી. તેમણે કહ્યું હતું કે, મારુ માનવું છે કે અમારી વચ્ચે જે થયું તે બંનેની મરજીથી થયું હતું. જોકે હવે મને ખબર પડી છે કે, તે બનાવને એ રીતે નથી જોતી, જે રીતે હું જોવ છું."
નિવૃત્તિ પછી બ્રાયન ESPN સાથે "Detail" નામની સીરિઝમાં પણ કામ કરતા હતા, જ્યાં તેઓ હાલના ખેલાડીઓની રમતનું વિશ્લેષણ કરતા હતા. તેમના નિધન અંગેના સમાચાર જાણીને તેમના સ્ટેપલ્સ સેન્ટર ખાતે પહોંચી ગયા હતા, જ્યાં તેમણે લેકર્સને ચેમ્પિયન બનાવ્યું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2vqx9hN
via IFTTT
No comments:
Post a Comment