સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે આ દાયકામાં ક્રિકેટ સિવાય અન્ય રમતોમાં પણ સિદ્ધિ મેળવી હતી. 2012 લંડન ઓલિમ્પિકમાં એમસી મેરીકોમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, બીજી તરફ 2019માં પીવી સિંધુ પહેલીવાર બેડમિન્ટન ચેમ્પિયન બની હતી. રાની રામપાલના નેતૃત્વમાં ભારતીય હોકી ટીમ ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરવામાં સફળ રહી હતી. જયારે દુતી ચંદ ગયા વર્ષે એશિયાઈ રમતોમાં બે સિલ્વર મેડલ (100 અને 200 મીટર) જીતી હતી. અમે આ દાયકાના 10 ચેમ્પિયન ખેલાડીઓના રસપ્રદ કોટ્સ તમને કહી રહ્યા છીએ.
એમસી મેરીકોમ (બોક્સર)
મેરીકોમ ઓલિમ્પિકમાં બોક્સિંગમાં ભારત માટે મેડલ જીતનાર પ્રથમ ખેલાડી છે. તેણે 2012માં લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. તે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 6 ગોલ્ડ, 1 સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીતી છે.
કોટ: લંડન ઓલિમ્પિક 2012માં મેડલ જીત્યા પછી કહ્યું કે, જો હું બે છોકરાઓની માતા બન્યા પછી મેડલ જીતી શકું છું તો તમે પણ આવું કરી શકો છો. મને ઉદાહરણ તરીકે લ્યો અને ક્યારેય હાર ન માનો.
દુતી ચંદ (એથ્લેટિક્સ)
દુતી ચંદ ગયા વર્ષે એશિયન ગેમ્સમાં બે મેડલ જીતી હતી. તેણે ટૂર્નામેન્ટ શરૂ થયા પછી સમલેંગિક હોવાની વાત સ્વીકારી હતી. તે પછી તેની ટીકા થઇ હતી. તેણે એશિયન ગેમ્સમાં સારું પ્રદર્શન કરીને બધાની બોલતી બંધ કરી હતી.
કોટ: ભારતની પ્રથમ સમલેંગિક એથલીટ હોવાની ઘોષણા કર્યા પછી કહ્યું કે, પ્રેમમાં છોકરો-છોકરી નથી હોતા, માત્ર સાથી હોય છે..
સાઈના નહેવાલ (બેડમિન્ટન)
સાઈના 2012 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી હતી. તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે અને કોમનવેલ્થ ગેમ્સમાં પાંચ મેડલ પોતાના નામે કર્યા હતા. સાઈનાએ એશિયન ગેમ્સમાં બે બ્રોન્ઝ મેડલ જીતી હતી.
કોટ: નિવૃત્તિ પછીના પ્લાન વિશે વાત કરતા સાઈનાએ કહ્યું કે, મને નથી લાગતું કે મારામાં અન્યને બેડમિન્ટન શીખવાડની ક્ષમતા અને ધીરજ છે.
અભિનવ બિન્દ્રા (શૂટિંગ)
અભિનવ બિન્દ્રાએ 2008 ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારત 1980 પછી પહેલીવાર ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યું હતું. બિન્દ્રાએ તે પછી દિલ્હી 2010 અને 2014 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
કોટ: ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા પછી કહ્યું કે, મારામાં માત્ર એક જ હુન્નર છે કે હું અન્ય કરતા વધુ મહેનત કરું છું
રાની રામપાલ (હોકી)
રાનીના નેતૃત્વમાં ભારતીય ટીમે ઓલિમ્પિકમાં ક્વોલિફાય કર્યું હતું. તેની કપ્તાનીમાં જ ભારતીય ટીમ ગયા વર્ષે વર્લ્ડ કપ રમી હતી.
કોટ: 2018ના વર્લ્ડ કપમાં ક્વોલિફિકેશનના સવાલ પર કહ્યું કે, વર્લ્ડ કપમાં અન્ય ટીમની મદદથી નહીં પોતાના દમ પર જવું જોઈએ.
પીવી સિંધુ (બેડમિન્ટન)
સિંધુ બેડમિન્ટનમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર એકમાત્ર ભારતીય છે. તેણે 2016માં રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે ઉપરાંત ગયા વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
કોટ: તમારું સપનું એ છે જે તમારા વ્યક્તિત્વને નિર્ધારિત કરે છે. તે તમને ઉડવા માટે શક્તિ આપે છે.
યોગેશ્વર દત્ત (રેસલર)
યોગેશ્વર લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે પછી તેણે એશિયન ગેમ્સ 2014માં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. તે કોમનવેલ્થ ગેમ્સ 2010 અને 2014માં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
કોટ: ડર વિશે પૂછવામાં આવેલા એક પ્રશ્ન પર કહ્યું કે, આપણે ડર વિના બહાદુર બની શકતા નથી.
દત્ત ભોકાનલ(રોઇંગ)
કોટ: મને આશા છે કે એક દિવસ હું મારા ગામ સુધી પાણી લાવીશ. (મહારાષ્ટ્રના દુકાળથી અસરગ્રસ્ત તેમના ગામ તલેગાંવ રૂહી અંગે)
મનપ્રીત સિંહ (કબડ્ડી)
કોટ: કબડ્ડી રોડથી ફાઈવ-સ્ટાર હોટલમાં આવી ગયો. (2014માં પ્રો-કબડ્ડી લીગ શરૂ થયા પછી)
મોહમ્મદ ઇસ્માઇલ (કબડ્ડી, ઈરાન)
કોટ: કબડ્ડી એ એક રમત છે જે સાઇન ભાષામાં સમજી શકાય છે. તે જાતે એક ભાષા જેવી છે. (પ્રો-કબડ્ડી લીગમાં ભારતીય ખેલાડીઓ સાથે ભાષાકીય મુદ્દાઓ વિશે વાત કરવી.)
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2tRUQ1L
via IFTTT
No comments:
Post a Comment