ગુજરાતના હરમીત દેસાઈએ ઈન્ડોનિશિયા ઓપનનું ટાઈટલ જીત્યું  - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, November 17, 2019

ગુજરાતના હરમીત દેસાઈએ ઈન્ડોનિશિયા ઓપનનું ટાઈટલ જીત્યું 

બાટમ: ગુજરાતી ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈએ ઈન્ડોનેશિયા ઓપન ટાઈટલ પોતાના નામે કરી લીધું છે. રવિવારે ઈન્ડોનેશિયામાં આયોજીત આઈટીટીએફ ચેલેન્જમાં હરમીત દેસાઈએ ભારતના જ એન્થોની અમલરાજને 4-2થી હરાવ્યો હતો. હરમીતે સારી શરૂઆત કરતા પ્રથમ ગેમ 11-9થી જીતી હતી, જોકે પછીની ગેમમાં અમલરાજે કમબેક કર્યું 11-9થી ગેમ જીતી, જે પછી હરમીતે 11-9,11-9થી જીતી પરંતુ તે પછી અમલરાજે ફરી લીડ ઓછી કરતા 12-10થી ગેમ જીતી, કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયન હરમીતે પછીના સેટમાં એકપણ ભૂલ કર્યા વગર છઠ્ઠી ગેમ અને ટાઈટલ પોતાના નામે કર્યા હતા.
ટાઈટલની સાથે 2.1 લાખ રૂપિયાની પ્રાઈઝ મની પોતાના નામે કરી
હરમીતે અમલરાજને 11-9, 9-11, 11-9, 11-9, 10-12, 11-9થી હરાવ્યો હતો. વર્લ્ડ નંબર 104 હરમીતનો આ વર્ષનું બીજું ઈન્ટરનેશનલ ટાઈટલ છે. હરમીતે ટાઈટલની સાથે 2.1 લાખ રૂપિયાની પ્રાઈઝ મની પોતાના નામે કરી હતી.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈ


from Divya Bhaskar https://ift.tt/2QnRqwW
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here