જામનગર મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ અત્યંત કંગાળ છે. કર્મચારીઓના પગાર - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, November 4, 2019

જામનગર મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ અત્યંત કંગાળ છે. કર્મચારીઓના પગાર


જામનગર મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ અત્યંત કંગાળ છે. કર્મચારીઓના પગાર થતાં નથી અને કોન્ટ્રાકટરોને પૈસા ચૂકવાતા નથી. આ બધાના મૂળમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ છે આવો જ એક નમૂનેદાર વહિવટ ‘દિવ્ય ભાસ્કર’ની રડારમાં આવ્યો છે. જેમાં દિવાળીના તહેવારોમાં દબાણ હટાવાના બહાના હેઠળ સગા-વ્હાલા મિત્ર મંડળના એટલે કે મામા માસીના 15 જેટલા અંગત મુરતિયાઓને એસ્ટેટ વિભાગમાં તદ્દન ગેરકાયદે રીતે ગોઠવી દેવામાં આવ્યા છે. જે તમામનો પોણા-બે લાખ રૂપિયા જેટ્લો પગાર હવે મહાપાલિકાના શીરે છે.

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગ કોઇ કામ કરતી નથી ફકત ઉઘરાણામાંથી ઉંચી આવતી નથી જેની સાબીતિ શહેરમાં ઉભુ થયેલું રેંકડીરાજ અને દબાણો છે. આટલાથી પેટ ભરાતું ન હોય તેમ દિવાળીના તહેવારો પૂર્વે એસ્ટેટના કર્મચારી અને અધિકારીઓએ પોતાના સગાવ્હાલાઓ અને મિત્ર મંડળના લોકોને નોકરીમાં ગોઠવાનો કારસો રચ્યો અને શહેરના વિસ્તારોમાં પૂરતા સ્ટાફના અભાવે ગેરપ્રવૃતિમાં વધારો થયો હોય પોલીસ બંદોબસ્ત ન હોય તેવા બહાના હેઠળ 15 જેટલા પોતાના લોકોને દબાણ શાખામાં એન્કોચમેન્ટ રીમુવરના નામે ભરતી કરી લઇ તેમને મહિને રૂા. 10,500નો ફીકસ પગારનો શીરપાવ આપવામાં આવ્યો છે. નિયમ વિરુદ્ધ ભરતી કરનારા જવાબદારો સામે કાર્યવાહી કરવી જરૂરી છે. હંગામી ભરતી થયેલા આ કર્મચારીમાં નિયમોના ધજાગરા ઉડાવામાં આવ્યા છે. પોતાના સગા અને લાગતા વળગતાઓના નામ લખી નોકરી પર લઇ લેવામાં આવ્યા છે. આ કૌભાંડના કારણે મહાપાલિકાને મહિને પોણા બે લાખ જેવો વધારાનો બોજો આવ્યો છે, પરંતુ કોના બાપની દિવાળી ! તેવું રાજ ચાલી રહ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2JNmB0q
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here