દેશમાં ઓછી ટૂર્નામેન્ટના કારણે અમને અનુભવ માટે વધુ સમય લાગે છે: અંકિતા રૈના - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, November 18, 2019

દેશમાં ઓછી ટૂર્નામેન્ટના કારણે અમને અનુભવ માટે વધુ સમય લાગે છે: અંકિતા રૈના

સ્પોર્ટ્સ ડેસ્ક: દેશની નંબર-1 મહિલા ખેલાડી અને મૂળ અમદાવાદની અંકિતા રૈનાએ કહ્યું કે, 'દેશમાં ઈન્ટરનેશનલ સ્તરની ટૂર્નામેન્ટ ઓછી યોજાય છે. જેથી અનુભવ મેળવવામાં અમને યુરોપિયન ખેલાડીઓની સરખામણીમાં 4 થી 6 વર્ષનો વધુ સમય લાગે છે. જેના કારણે ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન ગ્રાન્ડ સ્લેમમાં અપેક્ષા અનુસાર હોતું નથી. જે પછી જોબ સિક્યોરિટી અને નાણાકીય સમસ્યાના કારણે ઘણા ખેલાડીઓ રમત છોડી દે છે.'
ભોપાલમાં સોમવારથી શરૂ થનારી આઈટીએફ મહિલા ચેમ્પિયનશિપમાં ભાગ લેવા આવેલી અંકિતાએ કહ્યું કે,'યુરોપિયન દેશોમાં ઈન્ટરનેશનલ સ્તરે વધુ ટૂર્નામેન્ટ થાય છે. તેમની ફિટનેસ અમારી સરખામણીએ સારી હોય છે. આ કારણે ત્યાંના ખેલાડીઓ 16 થી 20 વર્ષની વયે અનુભવ મેળવી લે છે. બીજી બાજુ ઓછી ટૂર્નામેન્ટના કારણે અમને તેમના સ્તર સુધી પહોંચવામાં ઘણો સમય લાગી જાય છે. આ રમત ઘણી ખર્ચાળ છે. એવામાં સ્પોન્સરશિપ ના મળવાના કારણે ખેલાડીઓનું રમત સાથે જોડાયેલા રહેવું મુશ્કેલ બને છે. જ્યાંસુધી તમે સારા પરિણામો નથી લાવતા ત્યાંસુધી સ્પોન્સર મળવા મુશ્કેલ છે.' 2018માં એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારી અંકિતાએ કહ્યું કે,'મે 4 વર્ષની વયથી ટેનિસ શીખવાની શરૂઆત કરી હતી. મારા મોટા ભાઈ પણ ટેનિસ રમતા હતા.'

ભારત-પાક. મેચનો નિર્ણય ઈન્ટરનેશનલ ફેડરેશનને કરવા દો
ભારત અને પાકિસ્તાન વચ્ચે 29-30 નવેમ્બરે ડેવિસ કપ મેચ યોજાશે. ભારતે સુરક્ષા કારણોસર મેચ પાક.માં રમવાનો ઈન્કાર કર્યો. અંકિતાએ જણાવ્યું કે, ઈન્ટરનેશનલ ફેડરેશને આ અંગે નિર્ણય કરવાનો છે તો આપણે આ કામ તેમની માટે જ રહેવા દેવું જોઈએ. લીગ અંગે તેમણે જણાવ્યું કે,આ પ્રાકરની લીગથી રમતને ફાયદો મળશે. ટેનિસ લીગ પ્રકારની ઈવેન્ટમાં ખેલાડીઓને 2.25 લાખ જેટલી રકમ મળશે. તેણે ઓછી રકમ મુદ્દે કહ્યું કે,'રમતમાં સારું પ્રદર્શન કરશો તો આપોઆપ પૈસા આવવા લાગશે.'



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અંકિતા રૈના. -ફાઈલ ફોટો


from Divya Bhaskar https://ift.tt/2XBst2N
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here