સ્પોર્ટ્સ ડેસ્ક: લક્ષ્ય સેન ગ્લાસગોમાં સ્કોટિશ ઓપન ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યો હતો. લક્ષ્યે ફાઇનલમાં બ્રાઝીલના કોહેલોને 18-21, 21-18, 21-19થી હરાવ્યો હતો. તેણે 56 મિનિટમાં મેચ પોતાના નામે કરી હતી. છેલ્લા છેલ્લા ત્રણ મહિનામાં ચોથું ટાઇટલ પોતાના નામે કર્યું છે.
તે સ્કોટિશ ઓપન જીતનાર ચોથો ભારતીય બન્યો છે. તેની પહેલા આનંદ પવાર (2010 અને 2012), અરવિંદ ભટ્ટ (2004) અને ગોપીચંદ (1999) આ ટૂર્નામેન્ટ જીત્યા હતા. આ જીત સાથે લક્ષ્ય બીડબ્લ્યુએફ રેન્કિંગમાં ટોપ-40માં આવી ગયો છે.
સ્કોટિશ ઓપનમાં લક્ષ્યની સફર:
- પહેલા રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાના લૂકા રેબરને હરાવ્યો
- હમવતન કિરણ જોર્જ અને બ્રાયન યંગને હરાવીને ક્વાર્ટરફાઇનલમાં પહોંચ્યો
- ફ્રાન્સના ક્રિસ્ટો પોપોવને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી
ત્રણ મહિનામાં ચોથું ટાઇટલ જીત્યો
18 વર્ષીય શટલરે સપ્ટેમ્બરથી લઈને અત્યાર સુધીમાં ચાર ટૂર્નામેન્ટ જીત્યો છે. તેમાં સારલોરલક્સ અને ડચ ઓપન સાથે બેલ્જીયન ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાવેશ થાય છે. હવે તે મંગળવારે લખનૌમાં શરૂ થતી સૈયદ મોદી ઇન્ટરનેશનલ સુપર-300 ટૂર્નામેન્ટમાં ભાગ લેશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35xbH7E
via IFTTT
No comments:
Post a Comment