બરવાળા તાલુકાના ભીમનાથ ગામે આવેલા શ્રી સિધ્ધ શિવપીઠ ભીમનાથ મહાદેવ મંદિરના પટાંગણમા શ્રી ભીમનાથ મહાદેવ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા તા. 4/11/18 થી 10/12/18 સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામા આવ્યું છે.
આ કથાનો પ્રારંભ સવારના 10.00 કલાકે પોથીયાત્રા ઢોલનગારા સાથે નીકળી કથા સ્થળે લઈ જવામા આવી હતી. આ શોભાયાત્રામા જુદી જુદી જગ્યાના 1008 મહામંડલેશ્વરો તેમજ સંતો, મહંતો જોડાયા હતા. ત્યારબાદ ભાગવત સપ્તાહના વક્તા પ.પૂ.આશુતોષ ગીરીબાપુએ વાજીત્રો સાથે પોતાની આગવી શૈલીમા કથાની શરૂઆત કરી હતી. કથાની શરૂઆતમા ભાગવત સપ્તાહ અંગેનું મહત્વ સૌ શ્રોતાઓને જણાવ્યું હતુ આ કથામાં સંતો, મહંતો અને ધંધુકા, બરવાળા, ધોલેરા, રાણપુર અને બોટાદ તાલુકાઓમાંથી શિવભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કથા દરમિયાન તા.5/11ના રોજ ભગવાન કપીલ પ્રાગટ્ય સાંખ્ય દર્શન, તા.6/11ના રોજ શ્રી નૃસિંહ પાગટ્ય, તા. 7/11ના રોજ શ્રી વામન, રામચંદ્ર પ્રાગ્ટ્ય અને કૃષ્ણ જન્મોત્સવ તેમજ નંદ મહોત્સવ તા.9/11ના રોજ શ્રી રૂક્ષ્મણી વિવાહ, તા.10/11ના રોજ કથા વિરામ આમ પ્રસંગો ધામધુમ પૂર્વક ઉજવાશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2C9nPyS
via IFTTT
No comments:
Post a Comment