થિએમે ATP ફાઇનલ્સની સેમિફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન જ્વેરેવને હરાવ્યો, પ્રથમવાર ફાઈનલમાં પહોંચ્યો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, November 17, 2019

થિએમે ATP ફાઇનલ્સની સેમિફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન જ્વેરેવને હરાવ્યો, પ્રથમવાર ફાઈનલમાં પહોંચ્યો

સ્પોર્ટ્સ ડેસ્ક: સિઝનની અંતિમ ટેનિસ ટૂર્નામેન્ટ એટીપી ફાઈનલ્સની ફાઈનલ મેચ ઓસ્ટ્રિયાના ડોમેનિક થિએમ અને યુનાનના સિતસિપાસ વચ્ચે રમાશે. પાંચમી સીડ થિએમે ડિફેન્ડિંગ ચેમ્પિયન એલેક્ઝેન્ડર જ્વેરેવને 7-5, 6-3થી માત આપી. થિએમે ઝર્મનીના સાતમી સીડ જ્વેરેવને 1 કલાક 34 મિનિટમાં હરાવ્યો હતો. આ થિએમ અને જ્વેરેવ વચ્ચે આઠમી મેચ હતી. થિએમે જ્વેરેવને છઠ્ઠીવાર હરાવ્યો. થિએમ આ સિઝનની સાતમી જ્યારે સિતસિપાસ બીજી ફાઈનલ રમશે. થિએમે પ્રથમ સેટની 12મી ગેમમાં જ્વેરેવની સર્વિસ બ્રેક કરી હતી અને તે પછી બીજા સેટમાં છઠ્ઠી ગેમમાં બ્રેક કરી હતી. થિએમે ચારેય બ્રેક પોઈન્ટ બચાવ્યા. થિએમ આ ટૂર્નામેન્ટના રાઉન્ડ રોબિન મેચમાં નોવાક જોકોવિચ અને રોજર ફેડરરને હરાવનાર પ્રથમ ખેલાડી બન્યો હતો.

થિએમે કહ્યું કે,'ફાઈનલમાં મને લાગે છે કે ખેલાડીઓના બેકહેન્ડ વચ્ચે મજબૂત ટક્કર જોવા મળશે. અમે બંને અટેકિંગ પ્લેયર્સ છીએ. સિતસિપાસની રમત જોવી મને ગમે છે અને હું તેની સામે રમવા માટે ઉત્સાહિત છું.' સિતસિપાસ 2009 બાદ આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચનાર પ્રથમ યુવા ખેલાડી છે. 26 વર્ષીય થિએમે પ્રથમવાર ફાઈનલમાં સ્થાન મેળવ્યું. જ્યારે 21 વર્ષીય સિતસિપાસની આ ડેબ્યૂ ટૂર્નામેન્ટ હતી અને તે પ્રથમવારમાં જ ફાઈનલમાં પહોંચી ગયો છે. સિતસિપાસે 6 વખતના પૂર્વ ચેમ્પિયન ફેડરરને હરાવ્યો હતો. થિએમ અને સિતસિપાસ વચ્ચે 6 મેચ રમાઈ છે અને થિએમે 4 મેચમાં જીત મેળવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Thiem defeated defending champion Zverev in the semifinals of the ATP Finals, reaching the finals for the first time


from Divya Bhaskar https://ift.tt/2OotQxk
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here