કલોલ: ગ્રાહકના સ્વાંગમાં આવેલા બંટી બબલી કલોલના જવેલર્સની દુકાનના માલિકની નજર ચુકવીને કાઉન્ટરમાં પડેલી રૂપિયા 3.75 લાખ કિંમતની સાડા નવ તોલાની સોનાની આઠ બંગડીઓ ચોરી ગયા હતા. સાંજના સુમારે દુકાનમાં આવેલા બંટી બબલીએ ચોરીને અંજામ આપ્યા બાદ તેઓ ફરાર થઈ ગયા હતા. કલોલમા બનેલી આ ઘટનાના કારણે નગરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી અને પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરતા ચકચાર મચી ગઈ છે.
કલોલમાં ચોકસીની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા બંટી અને બબલીએ સોનાની બંગડીઓ ચોરી ગયાનો બનાવ બન્યો હતો. સોનાની બંગડીઓની ચોરી અંગે કલોલ શહેર પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કલોલના હાઇવે ઉપર અંબિકાનગર સોસાયટી વિભાગ 1ના મકાન નંબર 8માં રહેતા કેતનકુમાર પ્રવિણચંદ્ર પટેલ સીટી મોલ-2, નવજીવન મીલ કંપાઉન્ડમાં ચોકસી અંબાલાલ સોમનાથ નામની સોના-ચાંદીની દુકાન ચલાવે છે. દુકાનમાં અરવિદભાઇ ભગવાનદાસ પટેલ, મોન્ટુભાઇ મુકેશભાઇ નાયી અને ભીખાભાઇ પટેલ કારીગર તરીકે દુકાનમાં ફરજ બજાવે છે. ગત તારીખ 19મી, ઓક્ટોબરે તેઓ કારીગરો સાથે દુકાનમાં હતા. ત્યારે એક મહિલા પગની શેરો લેવા આવી હોવાથી કારીગર મોન્ટુ શેરો બતાવતો હતો. તે દરમિયાન ધિરાણના કામકાજ માટે મહેશભાઇ મોહનભાઇ પરમાર આવ્યા હતા.
આથી તમે બેસો હુ નાસ્તો કરીને આવું છુ તેમ કેતનકુમાર કહી રહ્યા હતા. ત્યારે એક બહેન અને ભાઇ આવ્યા હતા. તેઓ કાઉન્ટરની પાસે થોડીવાર બેઠા હતા તે દરમિયાન કાઉન્ટરમાંથી સોનાની આઠ બંગડીઓ ચોરી લીધી હતી. દુકાનદારને તે દિવસે ખબર નહી પડતા દુકાન બંધ કરીને ઘરે જતા રહ્યા હતા. જ્યારે બીજા દિવસે સામાન ગોઠવતી વખતે સોનાની આઠ બંગડીઓ નહી મળતા સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ નિહાળ્યું હતું. જેમાં કાઉન્ટરની પાસે બેઠેલા બંટી અને બબલીએ દુકાનના કર્મચારીઓની નજર ચુકવીને કાઉન્ટરમાં મુકેલી સોનાની આઠ બંગડીઓ ચોરી કર્યાનું સીસીટીવી કેમેરામાં જોવા મળ્યુ હતું. રૂપિયા 3.75 લાખ કિંમતની સાડા નવ તોલા વજનની સોનાની બંગડીઓની ચોરી બદલ અજાણી મહિલા અને ભાઇની વિરૂદ્ધ ફરિયાદ કલોલ શહેર પોલીસને આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમો બીજુ કામ પતાવીને આવીએ છીએ
ગ્રાહકના સ્વાંગમાં દુકાનમાં આવેલા બંટી-બબલી કાઉન્ટર પાસે થોડીવાર બેઠા હતા. બંટી બબલીએ દુકાનના કર્મચારીઓની નજર ચુકવીને કાઉન્ટરમાંથી સોનાની બંગડીઓ ચોરી લીધા બાદ અમે બીજુ કામ પતાવીને આવીએ છીએ તેમ કહીને જતા રહ્યા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36tEtan
via IFTTT
No comments:
Post a Comment