નડાલ સતત 32 ડેવિસ કપ મેચ જીતનાર વિશ્વનો પ્રથમ ખેલાડી, સ્પેન વર્લ્ડ ચેમ્પિયન - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, November 25, 2019

નડાલ સતત 32 ડેવિસ કપ મેચ જીતનાર વિશ્વનો પ્રથમ ખેલાડી, સ્પેન વર્લ્ડ ચેમ્પિયન

સ્પોર્ટ્સ ડેસ્ક: સ્પેન ટેનિસનું નવું વર્લ્ડ ચેમ્પિયન બની ગયું છે. સ્પેને ડેવિસ કપની ફાઈનલમાં કેનેડાને 2-0થી હરાવ્યું. સ્પેને બંને સિંગલ્સ મેચ જીતી. જે પછી ડબલ્સ મેચ રમાઈ નહીં. સ્પેન માટે રોબર્ટો બોતિસ્તા એગુટ અને રાફેલ નડાલે પોતાની સિંગલ્સ મેચો જીતી. વિશ્વના નંબર-1 ખેલાડી નડાલની આ ડેવિસ કપમાં સતત 32મી જીત છે. તે ટૂર્નામેન્ટના 119 વર્ષના ઈતિહાસમાં સતત 32 મેચ જીતનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. ડબલ્સમાં પણ કોઈ ખેલાડી આ સિદ્ધિ મેળવી શક્યો નથી. સ્પેનની ટીમ છઠ્ઠીવાર ડેવિસ કપ ચેમ્પિયન બની. તેણે 2.1 મિલિયન ડૉલર (લગભગ 15 કરોડ રૂપિયા)ની પ્રાઈઝ મની મળી. સ્પેનની વર્લ્ડ રેન્કિંગ 7 છે, જ્યારે કેનેડાની રેન્કિંગ 13 છે.

એગુટે પ્રથમ સિંગલ્સમાં ફેલિક્સ ઓગર એલિયાસિમેને 7-6, 6-3થી હરાવી સ્પેનને લીડ અપાવી. બીજી સિંગલ્સમાં નડાલે ડેનિસ શાપોવાલોવને 6-3, 7-6થી હરાવી ટીમને જીત અપાવી હતી. આ નડાલ અને શાપોવાલોવ વચ્ચે બીજી મેચ હતી. નડાલ પ્રથમવાર જીત્યો. નડાલે આ અઠવાડિયે 8 મેચ રમી અને તમામ જીતી. આ નડાલનું વર્ષમાં પાંચમું ટાઈટલ છે. તેણે ફ્રેન્ચ ઓપન, યુએસ ઓપન, રોમ માસ્ટર્સ અને મોન્ટ્રિયલ માસ્ટર્સ પણ જીત્યા હતા. આ ટેનિસની આ સિઝનની અંતિમ મોટી ટૂર્નામેન્ટ હતી. 33 વર્ષીય નડાલ વર્ષનો અંત રેન્કિંગમાં નંબર-1 પર રહીને કરનાર સૌથી ઉંમરલાયક ખેલાડી છે.

સ્પેન 2011 બાદ પ્રથમવાર ચેમ્પિયન
સ્પેને આ અગાઉ છેલ્લે 2011માં આર્જેન્ટિનાને હરાવી ટાઈટલ જીત્યું હતું. આ ઉપરાંત ટીમ 2000,2004,2008,2009માં પણ જીતી ચૂકી છે. આ નડાલના કરિયરનું ચોથું ડેવિસ કપ ટાઈટલ છે. તે ફેડરર કરતા 3 ટાઈટલ આગળ છે. સ્વિત્ઝર્લેન્ડ માત્ર 2014માં ચેમ્પિયન બન્યું હતું. આ વર્ષે તે 18 ટીમોની ફાઈનલ્સ માટે ક્વોલિફાઈ થઈ શક્યું નહીં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સ્પેન 2011 બાદ પ્રથમવાર ચેમ્પિયન બન્યું છે.


from Divya Bhaskar https://ift.tt/2sjUqAv
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here