
અમદાવાદ | રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના ધોરણ 3થી 8નાં બાળકોની વાંચનની ઝડપ અને અર્થગ્રહણની ક્ષમતા વધે તે માટે દિવાળી વેકેશન પૂરું થયા બાદ 100 દિવસનું વાંચન અભિયાન ચલાવવામાં આવશે. આ માટે દરેક સરકારી પ્રાથમિક સ્કૂલોના ધોરણ 3થી 8માં જીસીઈઆરટીએ તૈયાર કરેલા ખાસ લખાણની સામગ્રી મોકલાશે. બાળકો પ્રાથમિક સ્કૂલોમાં જ વાંચતા, લખતા અને અંકોની ગણતરી કરતા થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને બાળકો યોગ્ય ઝડપથી વાંચે, વાંચેલી સામગ્રીનો અર્થ જાણે અને ઘણી વાર તે લખાણ પાછળનો અર્થ શું છે તે બાબત સમજતા થાય તે માટે વિદ્યાર્થીને તૈયાર કરાશે. ઘણી વાર બાળકો ઝડપથી વાંચતા હોય છે, પરંતુ તેઓ અર્થ વિશે અજાણ હોય છે. ઘણા વિદ્યાર્થીઓની વાંચનની ઝડપ એટલી ઓછી હોય છે કે જ્યારે તે વાંચનમાં ત્રીજા શબ્દ પર પહોંચે છે તો પહેલો શબ્દ ભૂલી જાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2PAkdxX
via
IFTTT
No comments:
Post a Comment