સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટીમ 2022 ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરવાની રેસમાંથી બહાર થઇ ગઈ છે. મંગળવારે ઓમાન સામેની ક્વોલિફાયર મેચમાં ભારતે 0-1થી મેચ ગુમાવી હતી. ઓમાન માટે મોહસિન ઉલ ઘાસાનીએ 33મી મિનિટમાં ગોલ કર્યો હતો. બીજી વાર ઓમાને ભારતને ક્વોલિફાયરમાં હરાવ્યું છે. અગાઉ ગુવાહાટીમાં પણ ભારતે 1-2થી હારનો સામનો કર્યો હતો.
ક્વોલિફાયરની પાંચ મેચોમાંથી ભારત એકપણ મેચ જીત્યું ન હતું. 3 મેચ ડ્રો થઇ અને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. ભારતના પાંચ મેચમાં માત્ર 3 પોઇન્ટ છે. તે ગ્રુપ Eમાં ચોથા સ્થાને છે. એશિયન ચેમ્પિયન કતાર 5 મેચમાં 13 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે, જયારે ઓમાન 12 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. ભારત ઓમાનથી 9 અંક પાછળ છે. તેને હજી 3 મેચ રમવાની છે. ભારત ત્રણેય મેચ જીતે તો પણ ઓમાનની બરોબરી જ કરશે. તેવામાં તે ત્રીજા રાઉન્ડમાં પહોંચે તેવી સંભાવના નહિવત છે. 2023ના એશિયન કપ ક્વોલિફાયરમાં ભારતની આશા હજી પણ જીવંત છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37mNaUs
via IFTTT
No comments:
Post a Comment