સોળ વર્ષ પહેલાં 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત સરકારે બનાવેલા ગુજકોકના કાયદાને થોડાં સામાન્ય સુધારા સાથે રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી દીધી છે. ગુજસીટોક (GUJCTOC) એટલે કે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ નામના આ કાયદા પ્રમાણે હવે સરકાર શંકાસ્પદ લાગતી વ્યક્તિના કોલ કે સંદેશા આંતરીને રેકોર્ડ કરી શકે છે.
...અનુસંધાન પાના નં. 6
ખૂબ જલદી આ કાયદાને ગૃહવિભાગ નોટિફાઇ કરીને તેને અમલી જામો પહેરાવી દેશે તેમ આ અંગેની જાહેરાત કરતાં રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
ગુજસીટોકની આ જોગવાઇઓ ખૂબ મહત્ત્વની
વાયર અને ઇલેક્ટ્રોનિક ઇન્ટરસેપ્શન અથવા મૌખિક સંવાદને અદાલતમાં પુરાવા તરીકે સ્વિકાર કરવાની જોગવાઈ છે. એટલે સરકાર પોતાને શંકાસ્પદ લાગતી કોઇપણ વ્યક્તિના કોલ અને સંદેશા આંતરીને તેને કોર્ટમાં આધાર પૂરાવા તરીકે રજૂ કરી શકે છે.
સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલિસ કે તેથી ઉપરના હોદ્દાના અધિકારી સમક્ષ આરોપીએ કરેલી મૌખિક કબૂલાતને પણ કોર્ટમાં પૂરાવા તરીકે રજૂ કરી શકાશે.
ચાર્જશીટ ફાઈલ કરવા માટે સમયરેખા 90 દિવસથી વધારીને 180 દિવસ. રીમાન્ડનો સમય પંદરને બદલે ત્રીસ દિવસ. સરકારી વકીલને સંપૂર્ણપણે વિશ્વાસમાં લઈ, યોગ્ય કારણોસર જ અને આકરી શરતો સાથે જ જામીન મળશે.
સજાની જોગવાઇઓ
આતંકી કે સંગઠિત ગુન્હામાં કોઇનું મોત થાય તો આજીવન કારાવાસ અને દસ લાખ રૂપિયા સુધીનો દંડ હત્યાના પ્રયાસ, આતંકી વ્યક્તિને શરણ આપવા કે છુપાવવા બદલ પાંચ વર્ષ સુધીની જેલ અને પાંચ લાખ સુધીનો દંડ આવા ગુન્હાને સંબંધિત મિલકત અંગે કોઇ સંતોષજનક સ્પષ્ટતા ન થઇ શકે તો ત્રણથી દસ વર્ષ સુધીનો કારાવાસ અને ઓછામાં ઓછા એક લાખનો દંડ.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2pKQzLQ
via IFTTT
No comments:
Post a Comment