
સરકાર બનાવવા માટે જ્યાં ભાજપ અને ડાબેરીઓ જેવા એકબીજાના ઘોર વિરોધી પણ ગળે મળ્યા તો જમ્મુ કાશ્મીરમાં પીડીપી અને ભાજપના રૂપમાં સૌથી કજોડી સરકાર પણ ગઠબંધનની દેણ હતી. રામવિલાસ પાસવાન જેવા કેટલાક નેતાઓને ગઠબંધન સરકારના કારણે રાષ્ટ્રીય ઓળખ મળી. કેટલાક રાજ્યોમાં ગઠબંધનનું રાજકારણ સંપૂર્ણ સફળ રહ્યું, જ્યારે અનેક પક્ષો ગઠબંધનના રાજકારણને પગલે વિકાસથી દૂર થઈ ગયા. ઝારખંડ જેવા રાજ્યમાં મોટા ભાગની સરકારો કાર્યકાળ પૂરો કરી ના શકી. ગઠબંધન સરકારોની નકારાત્મક અસર દેશના વિકાસ પર પણ પડી. સત્તાની લાલચમાં ગઠબંધનનો ભરપૂર દુરુપયોગ થયો. 1993માં નરસિંહ રાવ સરકારમાં સાંસદોને લાંચ આપવાનો મામલો હોય કે પછી સંસદમાં નોટો ઉછાળવાનો. ગઠબંધનના કારણે નબળી સરકારો બચાવવા માટે પક્ષો દ્વારા અનેક ઉપાયો અજમાવાયા.
1989 બાદથી 2009 સુધીમાં કેન્દ્રમાં 11 ગઠબંધન સરકાર બની ચૂકી છે
ભારતમાં ગઠબંધન સરકારના ઇતિહાસની વાત કરીએ તો 1977માં મોરારજી દેસાઇના નેતૃત્વમાં કેન્દ્રમાં જનતા દળની સરકાર બની હતી, જેમાં કુલ 13 પક્ષ જોડાયા હતા. આ પહેલી બિનકોંગ્રેસ સરકાર હતી. રાજ્યમાં ગઠબંધનની વાત કરીએ તો આઝાદીના 20 વર્ષ બાદ 1967ની 15 માર્ચે પશ્ચિમ બંગાળમાં પહેલી સંયુક્ત મોરચાની સરકાર બની હતી. જોકે, કેટલાક જાણકારો 1953માં આંધ્રપ્રદેશમાં રચાયેલા સંયુક્ત મંત્રીમંડળને રાજ્ય સ્તરે પ્રથમ ગઠબંધન માને છે. તે મંત્રીમંડળ 13 મહિનામાં જ વિખેરાઇ ગયું હતું. આ જ રીતે 1957માં ઓડિશામાં પણ ગઠબંધન થયું, જે કાર્યકાળ પૂરો થાય તે પહેલાં 1961માં વિખેરાઇ ગયું. જોકે, તે સત્તાવાર ગઠબંધન ગણાયા નથી.
પ્રસિદ્ધ સમાજવાદી રામમનોહર લોહિયા આઝાદી બાદ ભારતીય રાજકારણમાં ગઠબંધનના જનક ગણાય છે. 1960ના દાયકામાં લોહિયાએ ‘બિનકોંગ્રેસવાદ’ની રાજનીતિ વિકસાવી વિપક્ષને કોંગ્રેસ વિરુદ્ધ એક કર્યો. 1962ની ચૂંટણી બાદ લોહિયાએ બધાને સાથે લાવવાનું શરૂ કર્યું. તેમણે એક એવો દ્રષ્ટિકોણ આપ્યો કે જેની પાછળ નેતા ઊભા રહેલા દેખાયા. 1950ના દાયકાની મધ્યથી લોહિયાએ આદર્શવાદી રાજકારણ અપનાવ્યું, જે પછી તેમણે તેમના સભ્યો માટે શ્રેષ્ઠ ઇમાનદારીની શરત મૂકીને પક્ષમાં સામેલ કર્યા.
1989ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઇ. બહુમતી ન હોવાના કારણે તે વિપક્ષમાં બેસી. જનતા દળ તથા અન્ય પ્રાદેશિક પક્ષોએ ભેગા મળીને રાષ્ટ્રીય મોરચાની સરકાર બનાવી. તેમાં સૌથી મહત્ત્વની વાત એ હતી કે ભાજપ અને ડાબેરી મોરચાના ટેકાથી આ સરકાર બની હતી. 1987ના માર્ચ-એપ્રિલથી 1987ના ઓક્ટોબર-નવેમ્બર સુધી બન્ને પક્ષ એકબીજાનું અસ્તિત્વ મિટાવવા તત્પર હતા. 1989 બાદથી અત્યાર સુધીમાં કેન્દ્રમાં 12 સરકાર બની ચૂકી છે. રાજ્યમાં એકબીજાની કટ્ટર વિરોધી ગણાતી બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટી ઉત્તર પ્રદેશમાં બે વખત ગઠબંધન કરી ચૂકી છે.
1989માં કેન્દ્રમાં બનેલી રાષ્ટ્રીય મોરચાની સરકારને ભાજપ અને ડાબેરી મોરચાએ બહારથી ટેકો આપ્યો. વી. પી. સિંહ તેના વડા હતા.
ભારતીય રાજકારણમાં જો સાવ મેળ વિનાના ગઠબંધનની વાત કરીએ તો જમ્મુ-કાશ્મીરમાં 2015માં બનેલી ભાજપ-પીડીપીની સરકાર છે. સૈદ્ધાંતિક અને વૈચારિક રીતે કટ્ટર વિરોધી હોવા છતાં બન્ને પક્ષોએ ભેગા મળીને રાજ્યમાં સરકાર રચી. જોકે, કલમ 370 જેવા મુદ્દે અને સ્ટેટના દરજ્જાને લઇને બન્ને વચ્ચે મતભેદો થયા અને સરકાર પડી ભાંગી.
વર્તમાન રાજકારણમાં લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)ના સુપ્રીમો રામવિલાસ પાસવાનનું નામ ગઠબંધનના રાજકારણમાં સૌથી આગળ છે. વર્ષ 2000માં જેડીયુથી અલગ થયા બાદ તેમણે લોક જનશક્તિ પાર્ટીની સ્થાપના કરી. ત્યાર બાદ તેઓ એનડીએ સરકારમાં જોડાઇ ગયા. 2002માં ગુજરાતના રમખાણોને લઇને એનડીએ સાથે છેડો ફાડ્યો. 2004ની લોકસભા ચૂંટણીમાં મનમોહન સરકારમાં જોડાયા. 2009માં યુપીએમાંથી નીકળી ગયા. 2010માં લાલુ યાદવે રાજ્યસભામાં પહોંચાડ્યા.
1967ની 15 માર્ચે પશ્ચિમ બંગાળમાં સંયુક્ત મોરચાના રૂપમાં સાથે આવેલા યુનાઇટેડ લેફ્ટ ઇલેક્શન કમિટી અને યુનાઇટેડ લેફ્ટ ફ્રન્ટ ભારતીય રાજકારણનું સૌથી સફળ ગઠબંધન ગણાય છે. કેરળમાં 1960માં કોંગ્રેસે પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી સાથે ગઠબંધન કરી સરકાર બનાવી. ત્યારથી અત્યાર સુધી ત્યાં ગઠબંધન સરકારો બનવાનો સિલસિલો જારી છે. મહારાષ્ટ્રમાં ભાજપે 1995માં શિવસેના સાથે ગઠબંધન કર્યું.





ગઠબંધનોમાં ધારાસભ્યો-સાંસદોનું ધૂમ વેચાણ, સરકારોમાં બેફામ મંત્રી બન્યા
વર્ષ 1993માં નરસિંહરાવે સરકાર વિરુદ્ધ લાવેલા અવિશ્વાસ પ્રસ્તાવથી સરકારને બચાવી લીધી પણ સરકાર સામે પોતાના પક્ષમાં મતદાન કરાવવા માટે ઝારખંડ મુક્તિ મોર્ચા(જેએમએમ)ના સભ્યોને નાણા આપવાનો આરોપ લાગ્યો. સીબીઅાઈએ રાવ અને કોંગ્રેસ નેતા બુટા સિંહ પર આરોપ મૂક્યો હતો કે તેમણે અવિશ્વાસ પ્રસ્તાવના વિરોધમાં મત નાખવા માટે જેએમએમના ચાર સાંસદો, શિબુ સોરેન, શૈલેન્દ્ર મહતો, સાઈમન મરાંડી અને સૂરજ મંડળને લાંચ આપી. આ વખતે શૈલેન્દ્ર મહતો સરકારી સાક્ષી બની ગયા હતા અને તેમની જ સાક્ષીના આધારે નરસિંહ રાવ અને બુટા સિંહને આ મામલે દોષિત ઠેરવાયા હતા. રાવ ભારતના પહેલા અેવા વડાપ્રધાન હતા જેમને કોઈ કોર્ટે ગુનાઇત કેસમાં જવાબદાર ઠરવ્યા હતા.
મુરૈનાથી ભાજપના સાંસદ રહેલા અશોક અર્ગલે 2008માં વિશ્વાસ પ્રસ્તાવથી પહેલા લોકસભામાં નોટોની ગડ્ડીઓ ઉછાળી હતી અને દાવો કર્યો હતો કે યુપીએ-1 સરકારને બચાવવા માટે તેમને લાંચ અપાઈ હતી. આવી જ રીતે યુપીમાં 1997-99 સુધી રહેલી કલ્યાણ સિંહની સરકારે સરકારમાં સામેલ પક્ષોના નેતાઓને ખુશ કરવા માટે જમ્બો મંત્રીમંડળ બનાવ્યું. તેમાં 97 મંત્રી પ્રદેશમાં બનાવાયા. આ કોઈપણ પ્રદેશમાં રાજ્ય સરકારનું સૌથી મોટું મંત્રીમંડળ હતું. જોકે સરકાર તેમ છતાં 2 વર્ષ જ ચાલી શકી.
સ્ત્રોત : સ્ટ્રેન્થનિંગ કોઅલિશન એક્સપેરિમેન્ટ ઓફ સેન્ટર : અ ફ્યૂ સજેશન્સ, થર્ડ કોન્સેપ્ટ - ડી, દેવનાથન કોઅલિશન ઈરા ઈન ઈન્ડિયન ડેમોક્રેસી, થર્ડ કોન્સેપ્ટ - ઈ- સુધાકર ઈમરજન્સ ઓફ કોઅલિશન સિસ્ટમ ઈન ઈન્ડિયા : પ્રોબ્લમ્સ એન્ડ પ્રોસ્પેક્ટ્સ કોઅલિશન પોલિટિક્સ એન્ડ પાવર શેરિંગ - અખ્તર મજિદ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32gkZTy
via IFTTT
No comments:
Post a Comment