વોશિંગ્ટનઃ અમેરિકાના રક્ષા વિભાગ પેન્ટાગને ઈસ્લામિક સ્ટેટ(IS)ના લીડર અબુ બકર અલ બગદાદી પર હુમલાનો વીડિયો અને તસ્વીર જાહેર કરી છે. સેન્ટ્રલ કમાનના કમાન્ડર જનરલ કેનેથ મૈકેંજીએ બુધવારે પ્રેસ કોન્ફોરન્સ દરમિયાન આ માહિતી આપી છે.
મૈકેંજીએ કહ્યું કે બગદાદી જ્યાં રહ્યાં હતા, તે વીડિયો તે પરિસર પર હુમલો કરનારા જવાનોનો છે. હુમલામાં આઈએસના કુલ 6 સભ્યોના મોત થયા હતા. તેમાં 4 મહિલાઓ અને બગદાદી સહિત બે યુવક સામેલ હતા. જ્યારે બગદાદીએ પોતાને ઉડાવ્યા તો તેમાં 12 વર્ષથી ઓછી ઉંમરના 2 બાળકોનો મોત થયા હતા. પરિસરથી બહાર આવનારા નોન-ફાઈટર વિમાનોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને તેની શોધખોળ કરવામાં આવી હતી. હથિયાર અને વિસ્ફોટક ન મળ્યા બાદ તેમને છોડવામાં આવ્યા. આ સમુહમાં 11 બાળકો સામેલ હતા.
"...at the compound, fighters from two locations in the vicinity of the compound began firing on U.S. aircraft participating in the assault."
— U.S. Central Command (@CENTCOM) October 30, 2019
- Gen Frank McKenzie CDR USCENTCOM pic.twitter.com/SkrtHNDs7w
રવિવારે ટ્રમ્પે બગદાદીને ઠાર કરાયો હોવાની જાહેરાત કરી હતી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે સીરિયામાં અમેરિકાની સેનાના સ્પેશિયલ ઓપરેશનમાં બગદાદીને ઠાર કરાયો હોવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે બગદાદી ઘણાં સમયથી નિશાના પર હતો. ઘણાં વર્ષોથી તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી.
ઘણાં વર્ષોથી બગદાદીની શોધખોળ ચાલુ હતી- ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રીય આતંકવાદ નિરોધક કેન્દ્રના કાર્યવાહક નિર્દેશક રસેલ ટ્રેવર્સે બુધવારે કહ્યું કે બગદાદી ઠાર થયા બાદ આઈએસ બે સપ્તાહની અંદર નેતાના નામની જાહેરાત કરશે. આ સિવાય આઈએસએ પશ્ચિમી દેશોમાં હુમલા કરવાની ચેતવણી પણ આપી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31URiqQ
via IFTTT
No comments:
Post a Comment