શુભેચ્છાઓ અંગે મોદીનો જવાબ- આશા છે કે બ્રિટિશ વડાપ્રધાને મીઠાઈ અને સમોસાની મજા માણી હશે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 28, 2019

શુભેચ્છાઓ અંગે મોદીનો જવાબ- આશા છે કે બ્રિટિશ વડાપ્રધાને મીઠાઈ અને સમોસાની મજા માણી હશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળીની શુભકામના પાઠવનારા દુનિયાભરના નેતાઓનો આભાર માન્યો. મોદીએ સોમવારે કહ્યું કે, આશા છે કે આ તહેવાર સંપ અને ખુશીઓમાં વધારો કરશે. બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોન્સનને શુભેચ્છા સંદેશ પાઠવતા મોદીએ કહ્યું કે, તે આ વાતથી પુરી રીતે સહેમત છે કે તહેવાર આપણે સૌને પાછા નજીક લાવે છે.

મોદીએ નેતાન્યાહૂનો આભાર માન્યો

  • બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોન્સને વીડિયો શેર કરીને શુભેચ્છા આપવાની સાથે સમોસા અને મીઠાઈનો પણ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ તેના જવાબમાં કહ્યું કે, આશા છે કે બ્રિટેનના વડાપ્રધાને સમોસા અને મીઠાઈની મજા માણી હશે. વડાપ્રધાને ઈઝરાયલના રાષ્ટ્રપતિ રયૂવેન રિવલિન અને વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂનો પણ દિવાળીની શુભેચ્છાઓ માટે આભાર માન્યો હતો.
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુભેચ્છા પાઠવતા મોદીએ કહ્યું કે, તે હંમેશા દિવાળીની ઉજવણી ઉત્સાહભેર કરે છે. અમેરિકામાં હંમેશા ચારે બાજુ રોશની હોય છે. વડાપ્રધાન મોદીએ અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ માઈક પેન્સનો પણ આભાર માન્યો હતો.
  • કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા બંદી છોડ દિવસની શુભેચ્છા આપવા અંગે મોદીએ આશા વ્યક્ત કરી છે કે, આ શુભ અવસર દરેકના જીવનમાં ખુશી અને સારું સ્વાસ્થ્ય લઈને આવે. બંદી છોડ શીખો દ્વારા દિવાળીના અવસરે ઉજવવામાં આવે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Modi's reply on greetings - hope the British Prime Minister enjoyed sweets and samosas.


from Divya Bhaskar https://ift.tt/36eqh53
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here