
ભારતમાં ગુનાખોરી પર કાબૂ મેળવવા અને લાપતા બાળકોને શોધવા માટે કેન્દ્ર સરકાર વિશ્વની સૌથી મોટી ફેસિયલ રિકગ્નિશન સિસ્ટમ બનાવી રહી છે. આ એક સેન્ટ્રલાઇઝ્ડ ડેટાબેઝ હશે. જેનો ઉપયોગ તમામ રાજ્યોની પોલીસ સહેલાઇથી કરી શકશે. આ ડેટાબેઝમાંના ગુનેગારોની તસવીરોને સીસીટીવીની મદદથી મેચ કરાશે. આંધ્રપ્રદેશ, પંજાબ સહિત ઘણાં રાજ્યોએ ગુનાખોરીને નાથવા માટે ફેશિયલ રિકગ્નિશન સિસ્ટમ અપનાવી હતી. સીએનએનના રિપોર્ટ મુજબ આ નેટવર્કને બનાવવા માટે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી)એ 172 પેજનો દસ્તાવેજ રજૂ કર્યો છે. તેમાં ગુનેગારોની તસવીરો તેમજ મહિલા અને બાળવિકાસ મંત્રાલય સહિત ઘણી એજન્સીઓ દ્વારા લેવાયેલી તસવીરોને સામેલ કરાઇ છે.એનસીઆરબીએ થોડા દિવસો પહેલાં કંપનીઓને પ્રોજેક્ટ માટે બોલી લગાવવાની અપીલ કરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32zYrOo
via
IFTTT
No comments:
Post a Comment