અયોધ્યાથી વિજય ઉપાધ્યાય
દિવાળી નિમિત્તે રામનું અયોધ્યા અને સરયૂ નદીનો કિનારો 6.11 લાખ દીવાથી રોશન છે. પરંપરા અને આધુનિકતાની જુગલબંધી વચ્ચે રામ કી પેડી સ્થળે એકસાથે ચાર લાખ દીવા પ્રગટાવવાનો નવો રેકોર્ડ પણ બન્યો છે. અયોધ્યામાં 2018માં 3.51 લાખ દીવા પ્રજ્જ્વલિત કરવાનો પોતાનો જ રેકોર્ડ તૂટ્યો છે. દીવ પ્રગટાવવા માટે છ હજાર વિદ્યાર્થી, 220 પ્રોફેસર અને લેક્ચરર સામેલ થયા હતા. અહીંના લોકોનું કહેવું છે કે, ત્રીજા દિવ્ય દીપોત્સવની ખુશીમાં અયોધ્યામાં આગલા મહિને સુપ્રીમ કોર્ટના ચુકાદાની આશા પણ છુપાયેલી છે. શનિવારે અહીંના સાકેત કોલેજ કેમ્પસથી રામાયણના પ્રસંગો સાથે જોડાયેલી 11 ઝાંકી નીકાળાઈ હતી,જેને ફિજીના ડેપ્યુટી સ્પીકર વીણા ભટનાગરે લીલી ઝંડી બતાવી હતી. અહીં દેશદુનિયાના એક હજારથી વધુ કલાકારોએ પ્રસ્તુતિ કરી. નેપાળ, શ્રીલંકા, ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સના કલાકારોએ રામલીલાનું મંચન કર્યું. થ્રીડી ટેકનિકથી રામકથા બતાવી. બાબરી મસ્જિદના એડવોકેટ ઈકબાલ અંસારી પણ શોભાયાત્રામાં સામેલ થયા અને કહ્યું કે, અયોધ્યા ધર્મનગરી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WjgxBL
via IFTTT
No comments:
Post a Comment