
વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સેનાના તે ડૉગની તસવીર શેર કરી છે જે ISIS પ્રમુખ અબુ અલ બકર બગદાદીના ખાતમાના ઓપરેશનમાં સામેલ હતો. જોકે ટ્રમ્પે સ્કવોડના તે ડૉગના નામનો ઉલ્લેખ નથી કર્યો પરંતુ લખ્યું છે કે, બગદાદીને મારવાના ઓપરેશનમાં સામેલ હોવાથી તેમણે તેના વખાણ કરીને તેને એક શાનદાર ડૉગ કહ્યો છે. ટ્રમ્પ બગદાદીનો ખાતમો કરવાના ઓપરેશનનો વીડિયો પણ શેર કરે તેવી શક્યતા છે.
We have declassified a picture of the wonderful dog (name not declassified) that did such a GREAT JOB in capturing and killing the Leader of ISIS, Abu Bakr al-Baghdadi! pic.twitter.com/PDMx9nZWvw
— Donald J. Trump (@realDonaldTrump) October 28, 2019
ટ્રમ્પે કહ્યું- અમે વિચાર કરી રહ્યા છીએ
ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે વ્હાઈટ હાઉસમાં મીડિયાને કહ્યું કે, અમે આ વિશે વિચાર કરી રહ્યા છીએ. વીડિયોમાંથી અમુક હિસ્સો કટ કરીને ત્યારપછી તેને રિલીઝ કરીએ તેવી શક્યતા છે. ટ્રમ્પે ઉત્તર-પશ્ચિમી સીરિયામાં બગદાદી વિરુદ્ધુ અમેરિકન સૈન્ય અભિયાનનું લાઈવ પ્રસારણ જોયું હતું. વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પે સીનિયર અધિકારીઓ સાથે અમેરિકન સેનાના દરેક સ્ટેપ્સ પર નજર રાખી હતી. તેમણે કહ્યું, આ એકદમ એવું જ હતું જાણે તમે કોઈ ફિલ્મ જોઈ રહ્યા હોવ. બગદાદી સીરિયામાં અમેરિકન સેનાના નેતૃત્વમાં આખી રાત ચાલેલા ઓપરેશનમાં ઠાર કરાયો છે.
રવિવારે બગદાદીનો ખાતમો કરાયો હોવાની જાહેરાત કરાઈ
ટ્રમ્પે રવિવારે બગદાદીને ટાર કરાયો હોવાની જાહેરાત કરી છે. વ્હાઈટ હાઉસથી રાષ્ટ્રના નામે સંબોધન કરીને ટ્રમ્પે આ વિશેની ડિટેલ્સમાં માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, કેવી રીતે અમેરિકન સેના દ્વારા પકડાયા પછી બગદાદી તેના ત્રણેય બાળકો સાથે સુરંગમાં ભાગ્યો અને ઘેરાઈ ગયા પછી તેણે પોતાની જાતને આત્મઘાતી બ્લાસ્ટથી ઉડાવી દીધો હતો. આ બ્લાસ્ટમાં તેનું અને તેના ત્રણેય બાળકોનું પણ મોત થઈ ગયું છે. ટ્રમ્પે કહ્યું કે, વિસ્ફોટમાં બગદાદીનું શરીર ક્ષત-વિક્ષત થઈ ગયું છે. પરંતુ ટેસ્ટથી તેની ઓળખ કરી લેવામાં આવી છે.
વ્હાઈટ હાઉસના સિચુએશન રૂમમાં ટ્રમ્પે આખું ઓપરેશન જોયું
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ-બ્રાયને કહ્યું કે, ઓપરેશન માટે રશિયા, ઈરાક અને તુર્કીના વાયુક્ષેત્રમાં ઉડાન ભરવાની મંજૂરીની જરૂર હતી. ટ્રમ્પ શનિવારે ઓફિશીયલ કાર્યક્રમ પ્રમાણે વર્જીનિયાથી ગોલ્ફ રમીને સાંજે 4.30 વાગ્યે વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા. તે સમયે સિરીયામાં રાતના 10.30 વાગી રહ્યા હતા. સાંજે 5 વાગ્યે રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ, રક્ષામંત્રી માર્ક અને NSA ઓ-બ્રાયન પોતે ગુપ્તચર વિભાગના અધિકારીઓ સહિત વ્હાઈટ હાઉસના સિચુએશન રૂમમાં પહોંચ્યા હતા. અહીંથી તમામે ઓપરેશનને લાઈવ જોયું હતું.
ઈદલિબ પ્રાંતમાં અમેરિકાની સેનાનું ઓપરેશન
ટ્રમ્પે જણાવ્યું કે બગદાદીને મારવા માટે સીરિયાના ઈદલિબ પ્રાંતમાં મિલિટરી હેલિકોપ્ટર, વિમાનો અને ડ્રોન્સના કવરમાં સ્પેશ્યલ ફોર્સને જમીન પર ઉતારવામાં આવી હતી. ત્યારબાદ સૈનિકોએ આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી. ટ્રમ્પે તાજેતરમાં જ આઇએસ વિરુદ્ધ કાર્યવાહીને મંજૂરી આપી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2JuBQv8
via IFTTT
No comments:
Post a Comment