તરછોડી દીધા બાદ સામાધાન કરીને લઇ જવાયેલ વૃદ્ધાને ફરી તરછોડી દેવાયા - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, October 26, 2019

તરછોડી દીધા બાદ સામાધાન કરીને લઇ જવાયેલ વૃદ્ધાને ફરી તરછોડી દેવાયા

પોરબંદરમાં એક વૃધ્ધા ભૂલી પડી ગઇ હોવાની જાણ 181 અભિયમ મહિલા હેલ્પલાઇનને કરવામાં આવી હતી. આથી આ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અને ત્યાં ફોન કરનાર સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે 60 વર્ષની વૃધ્ધા ભુલી પડી ગઇ છે અને આ વૃધ્ધાએ રસ્તાની વચ્ચે આમતેમ દોડી આપઘાતનો પ્રયાસ કરેલ છે. જેથી નામ અને સરનામું પૂછતા આ વૃધ્ધા કંઇ જણાવતા ન હતા જેથી 181 ની ટીમે તેઓનું કાઉન્સેલીંગ કર્યુ હતુ તે દરમ્યાન આ વૃધ્ધાએ પોતાનું માત્ર નામ જણાવ્યુ હતુ અને તેમની દિકરી રીક્ષામાં અહીં ઉતારી ગયેલ છે તેવું જણાવ્યુ હતુ. જેથી ટીમ દ્રારા સખી વનસ્ટોપ સેન્ટર ખાતે લઇ જવાયા હતા અને ત્યાંના કર્મચારીએ એવું જણાવ્યુ હતુ કે આ વૃધ્ધાને બે દિવસ પહેલા તેમના દિકરા સામાધાન કરી તેઓને લઇ ગયા હતા, આથી આ સેન્ટર પાસેથી આ વૃધ્ધાના પરિવારની માહિતી મેળવી તેનો સંપર્ક કર્યો હતો અને વૃધ્ધાને તેઓના ઘરે લઇ ગયા હતા. અને વૃધ્ધાના દિકરાની પૂછપરછ કરતા તેણે જણાવ્યુ હતુ કે આ વૃધ્ધા જાતે ઘરેથી જતા રહે છે. પરંતુ આવુ બીજી વાર બનતા અને કડક કાર્યવાહી અંગે ચર્ચા કરતા સાચું જાણવા મળ્યુ હતુ કે આ વૃધ્ધાની દિકરીએ આ વખતે તેને રીક્ષામાં બેસાડીને બહાર મુકી આવ્યા હતા જેથી 181 ટીમના કર્મચારી સંધ્યાબેન ચૌધરી, કોન્સટેબલ અંજનાબેન અને પાયલોટ કિશનભાઇએ પરિવારજનોને કડક સુચનાઓ આપી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી ગંભીર ચેતવણી આપી, વૃધ્ધાને પરિવાર સાથે પુન: મિલન કરાવ્યુ હતુ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2WfLtD4
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here