દર 29મા દિવસે ચંદ્રની નજીકથી 6 દિવસ માટે જિયોટેલ પસાર થાય છે
ઓર્બિટરના જિયોટેલ કે પૃથ્વીના મેગ્નેટોસ્ફેરના ભાગથી પસાર થતા સમયે ચાર્જ પાર્ટિકલના અસમાન ઘનત્વની જાણ થઈ. મેગ્નેટોસ્ફેર પૃથ્વીની આસપાસ આંતરિક્ષમાં એક એવું ક્ષેત્ર છે જ્યાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સૂર્ય દ્વારા આવતા ચાર્જ પાર્ટિકલને પ્રભાવિત કરે છે. બીજીબાજુ જિયોટેલ પૃથ્વીથી અનેક લાખ કિમી દૂર છે. ઇસરોએ ટ્વિટ કરી કહ્યું દર 29મા દિવસે ચંદ્રની નજીકથી 6 દિવસ માટે જિયોટેલ પસાર થાય છે. ચંદ્રયાન-2 ચંદ્રની કક્ષામાં જઈ આથી તેને એ તક પણ મળી અને એ દરમિયાન તેમાં લગાવાયેલા ઉપકરણ દ્વારા જિયોટેલના ગુણધર્મનું અધ્યયન કર્યું. ઓર્બિટરના વિશેષ ઉપકરણ ક્લાસે તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. ચંદ્રયાન-2 પર ક્લાસ ઇન્સ્ટ્રુમેન્ટને ચંદ્રની માટી પર રહેલા તત્ત્વોને શોધી કાઢવા માટે ડિઝાઈન કરાયું હતું. ઇસરોએ માહિતી આપી છે કે પેલોડ તેનું કામ સારી રીતે કરી રહ્યું છે. આ એવા સમયે થયું છે કે જ્યારે સૂર્ય કોઈ અન્ય સમયની સરખામણીએ અત્યંત શાંત અવસ્થામાં છે. બેંગ્લુરુ સ્થિત ભારતીય વિજ્ઞાન સંસ્થાનના ફિઝિક્સના સહાયક પ્રોફેસર નિરુપમ રોયે કહ્યું કે મેગ્નેટોસ્ફેરથી પસાર થતાં સમયે પેલોડે ચાર્જ પાર્ટિકલમાં તીવ્રતાની ભિન્નતાની માહિતી મેળવી હતી. આ અપેક્ષિત છે કારણ કે શૌર્ય હવા આ કણોને અસમાન રીતે છોડે છે અને તે ચુંબકીય ક્ષેત્રથી પ્રભાવિત થાય છે.
યુએઈના હજ્જા અલ મંસૂરીએ અંતરિક્ષમાંથી લીધેલો મક્કાનો ફોટો શેર કર્યો
સંયુક્ત આરબ અમીરાતના પ્રથમ અંતરિક્ષ યાત્રી હજ્જા અલ મંસૂરીએ અંતરિક્ષમાંથી ઇસ્લામના સૌથી પવિત્ર સ્થળ મક્કાની લીધેલી તસવીર શેર કરી છે. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા ગ્રાન્ડ મસ્જિદ (મસ્જિદ અલ હરમ)ની તસવીર સાથે લખ્યું છે કે આ એ જગ્યા છે જે કાયમ મુસલમાનોના દિલમાં રહે છે. 8 દિવસ અંતરિક્ષમાં પસાર કર્યા પછી તે ગુરુવારે ધરતી પર પરત ફર્યા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30RJjuh
via IFTTT
No comments:
Post a Comment