મહારાષ્ટ્રમાં 7 મંત્રી અને ડેપ્યુટી સ્પીકર હારી ગયા
ભાજપની લાજ શહેરોએ બચાવી છે. ભાજપને 26 શહેરી બેઠકમાંથી 17 બેઠક મળી છે. મહારાષ્ટ્રમાં 7 મંત્રી અને ડેપ્યુટી સ્પીકર હારી ગયા છે. પરિણામ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેવેન્દ્ર અને મનોહર પ્રથમવાર સીએમ બન્યા હતા છતાં પણ બંનેએ સરસ રીતે સરકાર ચલાવી. તેમના નેતૃત્ત્વમાં આગામી પાંચ વર્ષ પણ મહત્ત્વના રહેશે. બીજીબાજુ કોંગ્રેસની રાહુલ પછી પ્રથમ ચૂંટણી હતી, પરિણામને કારણે પક્ષ ફરી ફોર્મમાં જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં શિવસેનાના સ્થાપક ફેમિલીમાંથી પ્રથમવાર આદિત્ય ઠાકરે ચૂંટણી લડ્યા હતા અને તેમનો વરલી બેઠક પરથી 67,427 મતે વિજય થયો હતો. હરિયાણામાં ટીકટોક સેલિબ્રિટી સોનાલી ફોગટ, પહેલવાન બબિતા ફોગટ, યોગેશ્વર દત્ત ચૂંટણી હારી ગયા છે.
એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદિપ પણ 43000થી વધુ મતે હારી ગયા
હોકી ખેલાડી સંદીપસિંહનો વિજય થયો છે. ચૂંટણી અગાઉ પોલીસની નોકરી છોડી શિવસેનામાં જોડાયેલા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદિપ પણ 43000થી વધુ મતે હારી ગયા હતા. તેવી જ રીતે ગોપીનાથ મુંડેની પુત્રી પંકજા મૂંડે તેના પિતરાઈ ભાઇ ધનંજય મૂંડે સામે હારી ગઈ છે. મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યૂટી સ્પીકર પણ હારી ગયા છે.
કોંગ્રેસે આ વખતે ચૂંટણીને મોદી વિરુદ્ધ રાહુલ બનતી અટકાવીને બેઠકોમાં વધારો કર્યો
કોંગ્રેસ સ્થાનિક મુદ્દા પર ટકી રહી. જ્યારે ભાજપ રાષ્ટ્રવાદના મુદ્દે લડતું રહ્યું. પણ હરિયાણામાં કોંગ્રેસ, જેજેપીને ફાયદો થયો. કોંગ્રેસ આ ટક્કરને ખટ્ટર વિરુદ્ધ હુડા બનાવી રાખવામાં સફળ રહી. મોદી વિરુદ્ધ રાહુલનો જંગ બનવા ના દીધો. માત્ર રાષ્ટ્રવાદના નામે ભાજપે મત માંગ્યા. આથી પણ તેની બેઠક ઘટી. જાટ ભાજપની વિરુદ્ધ હોવાની પણ અસર જોવા મળી.
શિવસેના અઢી વર્ષ પોતાના અને અઢી વર્ષ ભાજપના મુખ્યમંત્રી બને તેમ ઈચ્છે છે
મહારાષ્ટ્રમાં ભાજપ પોતાની તાકાત પર સરકાર બનાવી શકશે નહીં. શિવસેનાએ સ્પષ્ટ કહ્યું છે કે 50-50ની ફોર્મ્યુલા અંગે કોઈ સમજૂતી નહીં થાય. એટલે કે અડધા મંત્રી તેના હશે. હવે એવું કહેવાય છે કે શિવસેના આ ફોર્મ્યુલાના આધારે અઢી વર્ષ પોતાના અને અઢી વર્ષ ભાજપના સીએમ બને તેમ ઈચ્છે છે. જો આ શક્ય બનશે તો પ્રથમ સીએમ પણ શિવસેનાનો માંગશે.
અપક્ષોની ધનતેરસ: સાંજ થતાં થતાં અપક્ષ ભગવા રસ્તે
હરિયાણા : 40 ભાજપ + 6 અપક્ષ + ગોપાલ કાંડા = 47 બેઠક
ભાજપને સરકાર બનાવવા 6 બેઠક જોઈએ છે. કુલ 7 અપક્ષમાંથી 5 ભાજપના બળવાખોર છે. પક્ષ તેમનો સંપર્ક કરી રહી છે. હુડ્ડા સરકારમાં ગૃહમંત્રી રહી ચૂકેલા એચ.એલ.પી.ના એકમાત્ર ધારાસભ્ય ગોપાલ કાંડા પણ ભાજપને ટેકો આપશે. તેમના ભાઈ ગોવિંદ કાંડાએ સાંજે પરિણામ પછી કહ્યું કે ગોપાલ અમિત શાહને મળવા દિલ્હી ગયા છે. તેઓ ભાજપને ટેકો આપશે. ગોવિંદે એવો પણ દાવો કર્યો હતો કે ગોપાલ 6 અપક્ષને પણ ભાજપની તરફેણમાં કરી રહ્યા છે. કોંગ્રેસના એક માત્ર બળવાખોર રણજિતસિંહ પણ ગોપાલ કાંડા સાથે દિલ્હી ગયા છે. તેઓ પણ ભાજપને ટેકો આપે તેવું મનાય છે. જોકે હજુ સુધી કોઈએ ટેકાની જાહેરાત કરી નથી. કોંગ્રેસના એક માત્ર બળવાખોર અને દેવીલાલના પુત્ર રણજિત પણ કાંડાની સાથે છે.
... અને જો આવું નહીં થાય તો આ પ્રકારે બે સ્થિતિ બનશે
31 કોંગ્રેસ + 10 જેજેપી + 5 અન્ય = 46
કોંગ્રેસ અને જેજેપી મળીને સરકાર રચી શકે નહીં. તેમને વધુ 5 બેઠક જોઈશે.
40 ભાજપ + 10 જેજેપી = 50 બેઠક
પરંતુ આવી સંભાવના અત્યંત ઓછી છે કારણકે જેજેપી જાટની પાર્ટી મનાય છે. જ્યારે ભાજપ બિનજાટ રાજકારણ કરે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/341uuHu
via IFTTT
No comments:
Post a Comment