
આગામી 29 ઓકટોબરથી શરૂ થતાં કારતકી સંવત 2076 ના નવા વર્ષમાં ફકત 42 દિવસ લગ્નના મૂર્હત છે.જયારે ગત વર્ષે લગ્નના મુહૂર્તના 61 જેટલા દિવસો હતાં.આથી નવા વર્ષમાં લગ્નના મુહૂર્તના 25 ટકા દિવસ ઓછા છે.નવા વર્ષમાં લગ્નનું પ્રથમ મુહૂર્ત 20 નવેમ્બર અને છેલ્લું મુહૂર્ત 30 જૂન 2020 ના છે.જયારે અંગ્રેજી વર્ષ મુજબ વર્ષ 2020માં ફકત 39 દિવસ લગ્નના મુહૂર્ત છે.વિક્રમ સંવત 2075નું સમાપન 28 ઓકટોબરના થશે.29 તારીખના નવા વર્ષનો પ્રારંભ પડવો ક્ષયતિથિ હોવાથી બીજ સાથે થઇ રહ્યો છે.વિક્રમ સંવતના નવા વર્ષ 2076 માં લગ્નના મૂર્હત 42 દિવસ હોવાનું બ્રહ્મવિદોએ જણાવ્યું છે.ગત વર્ષે 61 જેટલાં લગ્નના મુહૂર્ત હતા જે સંભવત: છેલ્લા દાયકામાં સૌથી વધારે હતાં. નવા વર્ષમાં દેવઉઠી એકાદશી 7-8 નવેમ્બરના છે.આ સમયે સૂર્ય તુલા રાશિમાં નીચનો છે જેના કારણે લગ્નના મુહૂર્ત નથી.ત્યારપછી 16 નવેમ્બરના સૂર્યની વૃક્ષિક સંક્રાતિ બાદ સૌ પ્રથમ લગ્નનું મુહૂર્ત 20 નવેમ્બરના કારતક વદ આઠમના રોજ છે.આમ નવેમ્બર મહીનામાં 28 મી સુધીમાં ચાર દિવસ લગ્નના મુહૂર્ત છે.ત્યારપછી 12 ડીસે.સુધીમાં 7 દિવસ લગ્નના મુહૂર્ત છે. 16 ડીસેમ્બરના સૂર્યના ધન રાશિમાં પ્રવેશ સાથે ધનારકના કારણે લગ્નના મુહૂર્ત નથી. 15 જાન્યઆરીએ વહેલી સવારે સૂર્યના મકર રાશિમાં પ્રવેશ સાથે લગ્નના મૂર્હતનો પ્રારંભ થાય બાદ 18 જાન્યુઆરીએ પ્રથમમ મુહૂર્ત છે.ત્યારબાદ માર્ચ મહીના સુધીમાં 13 દિવસ લગ્નના મુહૂર્ત છે.3 માર્ચ હોળાષ્ટકના પ્રારંભ સાથે 8 માર્ચ સુધી અને 14 માર્ચના મીનારકનો પ્રારંભ થતાં લગ્નના મુહૂર્ત નથી.માર્ચ મહીનમાં ફકત બે દિવસ 11 અને 12 માર્ચના લગ્નના મુહૂર્ત છે. 13 એપ્રિલે મીનારકનું સમાપન થતાં લગ્નના મુહૂર્તનો પ્રારંભ થશે.જે 30 જૂનના અષાઢ સુદ દસમના છેલ્લાં મુહૂર્ત સાથે સમાપન થશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32FkseP
via
IFTTT
No comments:
Post a Comment