ફિલ્મોની કમાણીના દ્રષ્ટિએ 2019નું વર્ષ ઉતમ સાબિત થયું છે. ખાસકરીને અક્ષય કુમાર, ઋતિક રોશન અને ટાઇગર શ્રોફની માટે આ વર્ષ ઘણું લકી રહ્યું છે. અક્ષયે જ્યાં પોતાના 32 વર્ષના ફિલ્મી કરિયરમાં પહેલી વાર ‘મિશન મંગલ’ની સાથે 200 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી તો ત્યાં ઋતિક અને ટાઇગર ‘વોર’ની સાથે પહેલી વાર 300 કરોડના ક્લબમાં પહોંચ્યા.
ટ્રેડ પંડિતોના અનુસાર, આ વર્ષે ફક્ત બોક્સ ઓફિસનું કલેક્શન વધ્યું નથી પરંતુ હિટ ફિલ્મોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શનું માનવું છે કે બોક્સ ઓફિસમાં આ સમયગાળો ઘણા વર્ષો પછી જોવા મળ્યો છે. તેઓએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, આ વર્ષ ફિલ્મો સારી ચાલી છે. મોટી સંખ્યામાં લોકો સિનેમાઘર સુધી પહોંચ્યા છે. આ વર્ષ ગત વર્ષોની સરખામણીએ ઘણું સારૂ રહ્યુ છે. આ વર્ષે હિટની સંખ્યા પણ વધી છે. આ બોક્સ ઓફિસ માટે ઘણી સારી વાત છે.
કલેક્શનમાં નફાના કારણો
તરણનું માનવું છે કે બોક્સ ઓફિસ પર સારી વાર્તાઓ આવી રહી છે. આ કારણોસર લોકો સિનેમાગૃહ સુધી જઇ રહ્યા છે. તેઓ કહે છે કે ‘ફિલ્મમેકર્સ પણ નવી નવી અને સારી વાર્તાઓ દર્શકો સુધી પહોંચાડવાનો લગાતર પ્રયાસ કરી રહ્યા છે.
ત્યાં જ મલ્ટિપ્લેક્સના માલિક, ફિલ્મી ડિસ્ટ્રીબ્યુટર અને એનાલિસ્ટ રાજ બંસલ આ વિશે કહે છે કે તેમાં કોઇ શંકાને સ્થાન નથી કે આ વર્ષ ગત બે-ત્રણ વર્ષોની સરખામણીએ ઘણું સારૂ રહ્યું છે. ફિલ્મોનો સારો બિઝનેસ થવાનું મુખ્ય કારણ સરકાર દ્વારા મનોરંજન પર જીએસટીને 28 ટકા ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યું. તેનો સૌથી મોટો ફાયદો દર્શકોને થયો છે. ફિલ્મો જોવી સસ્તામાં સાબિત થયું. રાજ તેનું બીજું કારણ કટેન્ટને માને છે. તેઓએ જણાવ્યું કે કન્ટેન્ટ કિંગ છે તેમાં કોઇ શક નથી.
ફક્ત 10 મહિનામાં 4 હજાર કરોડને પાર
બોક્સ ઓફિસ પર આ વર્ષે અત્યાર સુધી લગભગ 195 ( 27 હોલિવુડ સહિત) ફિલ્મો રિલીઝ થઇ છે. જેનું ટોટલ કલેક્શન અંદાજે 4418 કરોડ રૂપિયા છે. જ્યારે ગત વર્ષે અંદાજે 220 ફિલ્મો આવી હતી. અને તમામએ ટોટલ મળીને 4422.31 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
વર્ષ
ફિલ્મોની સંખ્યા (અંદાજે)
2015 167 2672.52 કરોડ રૂપિયા 3391.12 કરોડ રૂપિયા
2016 215 (2892.53 કરોડ રૂપિયા 3550.44 કરોડ રૂપિયા
2017 252 3187.78 કરોડ રૂપિયા 3901.44 કરોડ રૂપિયા
2018 220 3541.42 કરોડ રૂપિયા 4422.31 કરોડ રૂપિયા
2019 195 4418 કરોડ રૂપિયા NA
હૉલિવૂડની ફિલ્મોએે પણ રેકોર્ડબ્રેક કમાણી કરી
આ વર્ષે હોલિવુડ ફિલ્મોની સંખ્યા અને કમાણીમાં પણ મોટા નફો જોવા મળ્યો છે. ગત વર્ષે જ્યાં કુલ 24 હોલિવુડ ફિલ્મો આવી હતી જેણે અંદાજે 757 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યાં આ વર્ષે ફક્ત 10 મહિનામાં 27 હોલિવુડ ફિલ્મ રીલિઝ થઇ ચુકી છે જેણે અંદાજે 1053 કરોડ રૂપિયાનો કારોબાર હિંદી બોક્સ ઓફિસ પર કર્યો છે.
ભારતમાં ગત 5 વર્ષમાં હૉલિવૂડ ફિલ્મોની કમાણી
વર્ષ ફિલ્મોની સંખ્યા (લગભગ) લાઇફટાઇમ કમાણી
2016 23 586 કરોડ રૂપિયા
2017 32 689 કરોડ રૂપિયા
2018 24 757 કરોડ રૂપિયા
2019 27 (ઓક્ટોબર સુધી) 1053 કરોડ રૂપિયા
Á32 વર્ષની અક્ષયની કરિયરમાં પહેલી 200 કરોડની ફિલ્મ બની ‘મિશન મંગલ’
10 મહિનાનું કલેક્શન
(ઓક્ટોબર સુધી)
કુલ કલેક્શન (અંદાજે)
આ સિવાય ગત વર્ષે 10 મહિનામાં હિંદીની 18 ફિલ્મો હીટ રહી હતી. જો કે આ વર્ષે ઓક્ટોબરના ત્રીજા અઠવાડિયા સુધી આ આંકડો પાર થઇ ગયો છે. ચોથા અઠવાડિયામાં રીલિઝ થનાર ત્રણેય ફિલ્મો ‘હાઉસફુલ 4’‘સાંડ કી આંખ’ અને ‘મેડ ઇન ચાઇના’ને હિટ થવાની સંભાવના છે.
ગત 5 વર્ષમાં હિટ થયેલી હિન્દી ફિલ્મોની સંખ્યા
10 મહિનામાં હિટ ફિલ્મોની સંખ્યા
વર્ષ
2015 22 26
2016 16 18
2017 19 21
2018 18 22
2019 18 NA
નવેમ્બરને છોડીને ડીસેમ્બરમાં ત્રણ મોટી ફિલ્મો કાર્તિક આર્યન, ભુમિ પેડનેકર અને અનન્યા પાંડે સ્ટારર ‘પતિ પત્નિ ઔર વો’ સલમાન ખાન સ્ટારર ‘દબંગ 3’ અને અક્ષય કુમાર, કરીના કપૂર સ્ટારર ‘ગુડ ન્યુઝ’ આવશે. ટ્રેડ પંડિતોના અનુસાર આ તમામ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે.
Á ‘વૉર’ હૃતિકની કરિયરમાં પહેલી 300 કરોડની ફિલ્મ બની
 ટ્રેડ એક્સપર્ટ અતુલ મોહનના કહેવા અનુસાર ફિલ્મોની માટે વર્ષના અંતિમ ત્રણ માસ ગોલ્ડન સાબિત થાય છે. મોટાભાગના ફિલ્મમેકર્સ ઓક્ટોબરથી ડીસેમ્બર સુધી ફિલ્મો રીલિઝ કરવાનું પસંદ કરે છે. તેઓના અનુસાર, આ વર્ષની અંતિમ ત્રિમાસ ( ઓક્ટોબરથી ડીસેમ્બર) સુધી રિલીઝ થયેલી ફિલ્મો બોક્સ ઓફિસ પર 1000 કરોડ રૂપિયા સુધીનો બિઝનેસ આપી શકે છે. ઓક્ટોબરમાં અત્યાર સુધી 2 હોલિવુડ ફિલ્મો સહિત અંદાજે 17 ફિલ્મો રિલીઝ થઇ ચુકી છે. તેનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન લગભગ 387.14 કરોડ રૂપિયા છે. જેમાં અંદાજે 58.85 કરોડ રૂપિયા હોલિવુડની બે ફિલ્મોથી આવ્યો છે.
(ઓક્ટોબરના ત્રીજા અઠવાડિયા સુધી)
આખા વર્ષમાં હિટ ફિલ્મોની સંખ્યા
અનુષ્કાએ જણાવ્યું નોનવેજ ફૂડ છોડવાનું કારણ
એવા ઘણા સ્ટાર્સ છે, જેમણે પોતાની ફૂડ હેબિટ્સ બદલીને નોનવેજ ફૂડ છોડી દીધું અને વેજિટેરિયન બની ગયા છે. જેમાં શાહિદ કપૂર, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા, જેકલીન ફર્નાન્ડિઝ, જોન અબ્રાહમ અને કંગના રનૌત જેવા સ્ટાર સામેલ છે. આ જ રીતે અનુષ્કા શર્માએ જયારે નોનવેજ ફૂડ છોડ્યું ત્યારે દરેકે તેને નોનવેજ છોડવાનું કારણ પૂછ્યું અને હજી સુધી પૂછે છે. તાજેતરમાં જ અનુષ્કાએ એક ડોક્યુમેન્ટરી ફિલ્મનું ટ્રેલર શેર કર્યું અને કહ્યું કે, આ એ લોકો માટે જવાબ છે જે તેના નોનવેજ છોડવા પર સવાલ ઉઠાવે છે. તેણે લખ્યું, ‘જ્યારથી હું વેજિટેરિયન બની છું, ત્યારથી એક સવાલ મને સૌથી વધુ પૂછાયો છે, તમને તમારું પ્રોટીન ક્યાંથી મળે છે? ‘ધ ગેમ ચેન્જર્સ’ ફિલ્મ જે નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે, એ જ આ બધા સવાલોનો જવાબ છે. મેં આ ફિલ્મ જોઈ અને મારી આંખો ખુલી ગઈ.’
ટેગ સાથેનો ડ્રેસ પહેરતાં જ્હાન્વી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ
તાજેતરમાં જ ટેગ હટાવ્યા વિના જ ડ્રેસ પહેરીને નીકળેલી જાહન્વી કપૂર ટ્રોલર્સના નિશાને આવી ગઈ છે. તેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જ્યાં તે પીળા કલરનો ડ્રેસ પહેરીને ક્લાસીસની બહાર આવી રહી છે. પોતાના લુક્સને કારણે ચર્ચામાં રહેનાર જાહન્વી પોતાની કાર બાજુ જઈ રહી હતી. આ દરમિયાન તે પીળા કલરના ડ્રેસમાં હતી, પણ તે આ ડ્રેસનો ટેગ હટાવવાનું ભૂલી ગઈ હતી. મીડિયાની નજરમાં રહેતી જાહન્વીની આ તસવીર કેમેરામાં કેદ થઇ ગઈ. વિડીયો વાયરલ થયા બાદ યુઝર્સે તેની મજાક ઉડાડવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ જયારે કારમાં બેઠી તો તેણે પોતાનો પગ ડેશબોર્ડ પર મૂકી દીધો હતો. આ રીતે બેસવાના કારણે યુઝર્સે કહ્યું તેનામાં મેનર્સ નથી.
રાજકોટ, શુક્રવાર, 25 ઓક્ટોબર, 2019
| 16
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MKLtI7
via IFTTT
No comments:
Post a Comment