ખાનગી તબીબને બચાવવા PSI ચૌધરીના હવાતિયા, મૃતક કોન્સ્ટેબલના પતિને ન્યાયના બદલે ધમકાવે છે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, September 25, 2019

ખાનગી તબીબને બચાવવા PSI ચૌધરીના હવાતિયા, મૃતક કોન્સ્ટેબલના પતિને ન્યાયના બદલે ધમકાવે છે

કહેવત છે કે, ‘કાગડો-કાગડાની માટી ખાઇ નહી’ પરંતુ અા ઉકતી કદાચ પોલીસને લાગુ પડતી નહી હોય. જામનગરમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલની કથિત તબીબી બેદરકારીથી મોતના પ્રકરણમાં મૃતક કોન્સ્ટેબલના પતિને તપાસનીશ અધિકારી ધમકાવતો હોવાનો અને અપમાનિત કરતો હોવાનો ચોંકાવનારો આક્ષેપ મૃતકના પતિ અને પરિવારજનોએ કરતા પોલીસની પોતાના જ કર્મચારીના મૃત્યુની તપાસમાં વરવી ભૂમિકાનો પર્દાફાશ થયો છે.

જામનગર શહેરના સિટી બી ડીવિઝનમાં કોન્સટેબલ તરીકે ફરજ બજાવતી કોમલબેન રોહિતભાઇ પરમાર પ્રસુતિ સબબ ટાઉનહોલ પાસે આવેલી સંકલ્પ હોસ્પિટલમાં દાખલ થઇ હતી. જ્યાં સિઝેરિયન ઓપરેશન દરમિયાન વધુ પડતા રકતસ્ત્રાવથી મહિલા કોન્સ્ટેબલની તબિયત અત્યંત નાજૂક થઇ ગઇ હતી આવી સ્થિતિમાં બેદરકારી દાખવનાર તબીબે કેસમાંથી હાથ ઉંચા કરી લઇ મહિલાને તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં દીધી હતી. જયાં સારવારમાં તેણીનું મૃત્યુ થતાં પરિવારજનોએ તબીબી બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. જે માટે પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, પરંતુ આ પ્રકરણમાં પોલીસની ભૂમિકા પ્રથમથી જ ભેદી રહી હતી. દિવ્ય ભાસ્કરે તબીબી બેદરકારી અને શોર્ટ પોસ્ટમોર્ટમ માટે પોલીસ ગંભીર ન હોવાનો અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો. આ અહેવાલ બાદ મૃતકના પતિ રોહિતભાઇ તેના પરિવાર સાથે દિવ્ય ભાસ્કરની ઓફિસે આવ્યા હતાં અને કહ્યું હતું કે, ભાસ્કરના અહેવાલથી અમને હિંમત આવી. પોલીસ ખાસ કરીને તપાસનીશ પીએસઆઇ ચૌધરી અમને મદદ કરવાના બદલે ધમકાવે છે અને હડધૂત કરે છે. મારૂ નિવેદન લેવાયું નથી કે સ્થળ પરનું પંચનામું યોગ્ય રીતે થયુ નથી. પીએમના કાગળો માંગવા છતાં આપતા નથી. ખાનગી હોસ્પિટલના પંચનામા વેળાએ મને દુર રાખવામાં આવ્યો હતો. પોલીસ તે ગંભીર બાબત પર ઢાંકપીછોડો કરી રહી છે કે મારી પત્નીની ડિલેવરી બપોરે 12.30 કલાકે થઇ હતી જેમાં તેણીની સ્થિતિ અત્યંત નાજૂક થઇ ગયા છતાં બે કલાક પછી બપોરે 2:30 કલાકે જી.જી. હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. બે કલાકનો કિમતી સમય કેમ કાઢી નાખવામાં આવ્યો. આટલી ગંભીર હાલત છતાં તેણીને ખાનગી હોસ્પિટલના પગથીયા ઉતારીને લઇ જવામાં આવી હતી, હોસ્પિટલે કોઇ વ્યવસ્થા ન કરી. આ બધી ગંભીર બાબતો સામે પોલીસ આંખ આડા કાન કરે છે જેના કારણે અમોએ મદદ માટે અહિં આવવું પડયું છે.

પૂર્ણ પોલીસ તપાસ થશે, કોમલબેનના પતિને કોઇ પ્રશ્ન હોય તો મને પણ મળેે

 આ આ બાબતનો મને કોઇ ખ્યાલ નથી પરંતુ જો આવું કંઇક બન્યું હોય તો હું તપાસનીશ અધિકારીને સુચના આપી તપાસ કરાવી લઇશ. જોકે, કોમલબેનનો પતિને કાેઇ પ્રશ્ન હોય તો તે મને પણ મળી શકે છે. એ.પી. જાડેજા, સીટી ડીવાયએસપી, જામનગર

તપાસનીશ અધિકારી આફતગ્રસ્ત પરિવારને કહે છે, પંચ લઇ આવો નહિતર રીક્ષાવાળાને બોલાવી સહીઓ લઇ લઇશ

દિવ્ય ભાસ્કરની જામનગર સ્થિત કચેરીએ આવી મૃતક કોન્સ્ટેબલના પતિ રોહિતભાઇએ ચોંકાવનારી વાત કરત જણાવ્યું હતું કે, પોલીસ તેને પંચ લઇ આવવા દબાણ કરે છે, જો નહી લઇ આવો તે ગમે તે રીક્ષાવાળાઓની પંચ તરીકે સહી લઇ પુરૂ કરી નાખીશ તેમ પીએસઆઇ ચૌધરી કહેતા હોવાનું જણાવ્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - psi chaudhary havitia threatens husband of deceased constable instead of justice to protect private doctor 062636


from Divya Bhaskar https://ift.tt/2netTSq
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here