સ્પોર્ટ્સ ડેસ્ક: ઝડપી બોલર જસપ્રિત બુમરાહ લોઅર બેક ફ્રેક્ચરના કારણે ઓછામાં ઓછું 8 અઠવાડિયા માટે ક્રિકેટથી દૂર રહેશે. આ કારણે તે દ.આફ્રિકા સામે 2 ઓક્ટોબરથી શરૂ થનારી ટેસ્ટ સીરિઝમાં રમી શકશે નહીં. તેના સ્થાને ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરાયો છે.
બુમરાહ 3 થી 26 નવેમ્બર સુધી બાંગ્લાદેશ વિરુદ્ધ યોજાનારી 3 ટી-20 અને 2 ટેસ્ટની સીરિઝમાં પણ નહીં ઉતરી શકે. બોર્ડની માહિતી અનુસાર, બુમરાહ હવે એનસીએમાં રહેશે. મેડિકલ ટીમ તેની પર નજર રાખી રહી છે. બુમરાહની ઈજા અંગે વહેલી તકે જાણ થઈ ગઈ, જો તેમાં મોડું થાત તો લાંબો સમય સુધી તેને ટીમની બહાર રેહવાનો વારો આવતો.
બુમરાહ બીજીવાર ઈજાના કારણે ટેસ્ટ સીરિઝમાં રમી શકશે નહીં. આ અગાઉ ગતવર્ષે ઈંગ્લેન્ડ ટૂર દરમિયાન અંગૂઠાની ઈજાના કારણે તે 2 ટેસ્ટમાં રમી શક્યો નહોતો. બુમરાહે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 2 ટેસ્ટની સીરિઝમાં 13 વિકેટ ઝડપી હતી. તે અત્યાર સુધીમાં 12 મેચમાં 19ની એવરેજથી 62 વિકેટ ઝડપી હતી. 5 વખત તેણે 5 વિકેટ ઝડપી છે. જોકે અત્યાર સુધી તે ઘરઆંગણે એક પણ ટેસ્ટ રમી શક્યો નથી. ઉમેશ યાદવે અત્યાર સુધીમાં 41 ટેસ્ટમાં 33ની એવરેજથી 119 વિકેટ ઝડપી છે. તેણે 2 વખત 5 વિકેટ ઝડપવાની સિદ્ધી મેળવી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2lwhA3v
via IFTTT
No comments:
Post a Comment