રિપોર્ટર : તું તો એટલી મોંઘી થઈ ગઈ છે કે તને કાપવામાં નહીં ખરીદવામાં આંસુ આવી જાય છે.
ડુંગળી : આ જૂની લાઇન થઇ , કંઈન નવું ટ્રાય કરો.
રિપોર્ટર : તું શું ટ્રાય કરે છે? ભાવ કેમ વધારી લીધા?
ડુંગળી : તમે નહીં સમજો, મારી રેસ ડોલર સાથે છે. મને તેના ભાવથી આગળ નીકળવું છે.
રિપોર્ટર : ડોલરથી આગળ નીકળીને શું મળી જશે?
ડુંગળી : પછી બધા મિલિયન-વિલિયનમાં વાત નહીં કરે, ઓનિયનની વાત કરે.
રિપોર્ટર : આ તારો ઓપિનિયન છે, જનતા પરેશાન છે.
ડુંગળી : આ પ્રજાની ભૂલ છે. હવે ગાડીઓ નથી વેચાતી, બધા મંદીની વાત કરતા હતા. ઈકોનોમીને બૂસ્ટ આપવા મેં પોતાનો ભાવ વધાર્યા. ખોટું શું કર્યુ?
રિપોર્ટર : તમારી કિંમત નહીં, “ભાવ’ વધ્યા છે. શું ઈચ્છો છો, કારની જેમ તારું પણ શો રૂમ હોય?
ડુંગળી : જેવા મારા ભાવ છે, મારા માટે શો રૂમ નહીં, મ્યુઝિયમ લાગશે.
રિપોર્ટર : તારા સપનાં તો ઊંચા છે.
ડુંગળી : ભાવ પર ઊંચા છે, જો જો કોહિનૂર મારા કારણે પાછો આવશે, અંગ્રેજોની મહારાણી પણ પોતાના તાજરમાં ડુંગળી લગાવશે.
રિપોર્ટર : અને ભવિષ્યમાં શું જોવા માગે છે?
ડુંગળી : હું તો બસ એ દિવસની રાહ જોઉં છું જ્યારે કોણ બનશે કરોડપતિમાં પૈસાના બદલે ડુંગળીનાં ભજિયાં આપવામાં આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2nkI0pz
via IFTTT
No comments:
Post a Comment