
ઇસ્લામાબાદ: પાકિસ્તાની મીડિયામાં વડાપ્રધાન ઇમરાન ખાનની પત્ની બુશરા બીબી અંગે એક-એકથી ચડિયાતા સનસનીખેજ અને રહસ્યમય દાવા કરાઇ રહ્યા છે. બુશરા પાસે બે જીન્ન હોવાના દાવા બાદ હવે નવો દાવો કરાઇ રહ્યો છે કે બુશરા પણ જીન્ન છે. અરીસામાં તેમની તસવીર જ નથી દેખાતી. ‘કેપિટલ ટીવી’ નામની એક પાકિસ્તાની ચેનલે તેના રિપોર્ટમાં પીએમ ઓફિસના હાઉસ સ્ટાફને ટાંકીને દાવો કર્યો છે કે ખાતૂન-એ-અવ્વલ એટલે કે ફર્સ્ટ લૅડી બુશરા બીબીનું અરીસામાં પ્રતિબિંબ જ નથી દેખાતું. નોંધનીય છે કે ઇમરાન વડાપ્રધાન બન્યા તેના લગભગ 6 મહિના અગાઉ તેમણે બુશરા બીબી સાથે નિકાહ કર્યા હતા.
રાંધેલું મીટ બન્ને જીન્નને ખવડાવે છે
આ અગાઉ પત્રકાર આતિશ તાસીરે પણ આ મહિને ‘વેનિટી ફેર’ મેગેઝિનમાં બુશરા અંગે કેટલાક સનસનીખેજ દાવા કર્યા હતા. તાસીર પાકિસ્તાનના પંજાબ પ્રાંતના પૂર્વ ગવર્નર સલમાન તાસીર અને ભારતીય પત્રકાર તવલીન સિંહના પુત્ર છે. તાસીરના કહેવા મુજબ, તેમને અન્ય એક પત્રકારે કહેલું કે બુશરા પાસે 2 જીન્ન છે અને તે બુશરાની મરજી મુજબ કામ કરે છે. જોકે, તાસીરે તે પત્રકારનું નામ જાહેર નહોતું કર્યું. તે પત્રકારના જણાવ્યાનુસાર, ‘પિન્કી પીરની’ તરીકે ઓળખાતી બુશરા પાસે જ્યારે કોઇ પોતાની સમસ્યાનો ઉકેલ મેળવવા જાય ત્યારે તે તેની પાસેથી રાંધેલું મીટ માગે છે અને તે મીટ બન્ને જીન્નને ખવડાવે છે.
ઇમરાન-બુશરાના નિકાહનું સપના સાથે કનેક્શન!
આતિશ તાસીરે તો એવો પણ દાવો કર્યો છે કે ઇમરાને એક સપનાના કારણે બુશરા સાથે નિકાહ કર્યા હતા. તાસીરના જણાવ્યા પ્રમાણે, ઇમરાન એક વાર પોતાની કોઇ સમસ્યાના ઉકેલ માટે બુશરા પાસે ગયા હતા ત્યારે બુશરાએ સપનાનો ઉલ્લેખ કરતા કહેલું કે ઇમરાને કોઇ સારી સ્ત્રી સાથે નિકાહ કરવા જોઇએ. બુશરાએ ઇમરાન સમક્ષ પોતાની નાની બહેન કે પુત્રી સાથે નિકાહનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ઇમરાને ફગાવ્યો હતો. બાદમાં બુશરાએ ફરી સપનું જોયું, જે મુજબ તેણે પોતે જ ઇમરાન સાથે નિકાહ કરવાના હતા. તે પછી બુશરાનો પતિ ખાવર મેનકા તેને તલાક આપવા રાજી થઇ ગયો, જેથી 5 સંતાનની મા બુશરા ઇમરાન સાથે નિકાહ કરી શકે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2mKLlyl
via IFTTT
No comments:
Post a Comment