પાક.ને પાઠ ભણાવવા અમારી સુરક્ષા તૈયારી છેपाक को सबक सिखाने के - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, September 26, 2019

પાક.ને પાઠ ભણાવવા અમારી સુરક્ષા તૈયારી છેपाक को सबक सिखाने के

ન્યૂઝ કદાચ 137 કરોડ ભારતીયો માટે ચોંકાવનારા છે. ‘અભિનંદન એટલા માટે પાક.ની સરહદમાં ઘૂસી ગયા હતા, કારણ કે કમાન્ડ રૂમમાંથી મોકલાયેલો સંદેશ ‘ટર્ન કોલ્ડ... ટર્ન કોલ્ડ (પરત ફરો) તેમને મળ્યો જ નહતો’. તેનું કારણ આ મેસેજ એનક્રિપ્ટેડ ન હોવાથી પાકે. તેને જામ કરી દીધા હતા. નિવૃત એર માર્શલ શર્માએ તેની પુષ્ટિ કરી અને કહ્યું કે આજે જ્યારે માણસ વોટ્સએપ પર એનક્રિપ્ટેડ ટેક્નોલોજીના ઉપયોગથી પરસ્પર સંવાદ કરે છે, ત્યારે દેશની સૌથી સુરક્ષિત મનાતા એરફોર્સ પોતાના રેડિયો સંદેશ એજ જુના પરંપરાગત સિગ્નલ મારફત મોકલે છે. જેને સહેલાઇથી સોફ્ટવેર ડિફાઇન્ડ રેડિયો (SDR) ટેક્નોલોજીથી સાંભળી અને જામ પણ કરી શકાય છે. બીજી બાજુ આપણા હરિફ એટલે પાક. વાયુસેના પોતાના મેસેજીસની આપલે એનક્રિપ્ટેડ મોડમાં કરે છે. રાષ્ટ્રવાદથી ઓત-પ્રોતથી દેશમાં જ એવી ટેક્નોલોજી વિક્સિત કરવી સારી નીતિ છે, પરંતુ તાત્કાલિક અને મૂળભૂત સુરક્ષાની જરૂરિયાતના ભોગે તો હરગીજ નહીં. આપણે જ્યારે પૈસાની લેવડ દેવડમાં પણ દેશના સામાન્ય નાગરિકો પર ઓનલાઇન ટેક્નોલાજી અપનાવવા દબાણ કરી રહ્યા છીએ, તેના માટે તો નોટબંધી જેવું કડક પગલું પણ લેવાયું ક્યારે દેશની સુરક્ષા જેના એક ખભા પર છે ,તે નેવી આ બાબતે કઇ રીતે થાપ ખાઇ ગઇ? તેથી DRDOને આ કામ સોંપવું અને એ ટેક્નોલોજીના વિકાસમાં વિલંબની અવગણના કરી ખોટી નીતિ છે. હમણા 25 સપ્ટેમ્બરે મધ્ય પ્રદેશના ભિંડ વિસ્તારમાં વાયુ દળનું મિગ-21 વિમાન તૂટી પડ્યું, એ તો ઠીક પરંતુ વિચારની વાત એ છે કે માત્ર એક વર્ષમાં આ 12મી ઘટના છે. 2017-18માં બે લડાકુ વિમાન અને એક ટ્રેનર વિમાન તૂટી પડ્યું હતું. બાલાકોટ પર હુમલાના દિવસે જ એક હેલિકોપ્ટર બડગામ (કાશ્મીર)માં તૂટી પડ્યું હતું. વળી તપાસમાં જણાયું કે વાયુસેનાએ ભૂલથી છોડેલી મિસાઇલે તેને નિશાન બનાવી દીધું હતું. આ ગંભીર ‘ગેરસમજ’માં 6 લોકો માર્યા ગયા. ે આટલા વર્ષોમાં પણ વાયુદળ મૂળભૂત તત્વ-કોમ્યુનિકેશન પ્રત્યે ગંભીર ન થાય? ઠીક પેલી કહેવત ‘દેર આયે દુરસ્ત આયે’ (મોડે માડે પણ થયું ) મુજબ હવે આપણે ફ્રાન્સની રાફેલ કંપની પાસેથી નવી માહિતી ટેક્નોલોજી લેનાવું નક્કી કર્યું છે. પછી આ રેડિયો સેટ ભારતમાં જ બનાવવામાં આવશે.





Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2ltV7nB
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here