નેતન્યાહૂને આમંત્રણ, 28 દિવસમાં બહુમતી સાબિત કરવાની રહેશે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, September 26, 2019

નેતન્યાહૂને આમંત્રણ, 28 દિવસમાં બહુમતી સાબિત કરવાની રહેશે

ચૂંટણી પરિણામોમાં બહુમતી નહીં મળવા છતાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ફરી એક વાર તક મળી ગઇ છે. રાષ્ટ્રપતિએ તેમને ઇઝરાયલની આગામી સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. જોકે તેમની સામે મોટો પડકાર છે. આગામી 28 દિવસોમાં તેમણે સંસદમાં 61 સભ્યોનું સમર્થન મેળવવું પડશે. હાલમાં આ જાદૂઇ આંકડા સુધી પહોંચવા માટે તેમની પાસે કોઇ સ્પષ્ટ માર્ગ નથી. 17 સપ્ટેમ્બરે થયેલી ચૂંટણીમાં તેમના ગઠબંધનને 55 બેઠકો જ મળી હતી. બીજી બાજુ ભ્રષ્ટાચારના ત્રણ મામલાનો પણ તેઓ સામનો કરી રહ્યા છે. તેની સુનાવણી આગામી બુધવારે થવાની છે. તેથી જોવાનું એ કે તેઓ સરકાર રચવામાં સફળ થાય છે કે નહીં? નેતન્યાહૂને સરકાર બનાવવા માટે 28 દિવસ ઉપરાંત વધુ બે સપ્તાહ મળી શકે છે. જો તમામ પ્રયાસો નિષ્ફળ જશે તો રિવિલિયન અન્ય કોઇને બોલાવી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2n9291r
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here