
ભારતની અંડર-18 પુરુષ ટીમે સૈફ કપનું ટાઈટલ જીતી લીધું છે. ટીમે પ્રથમવાર આ ટાઈટલ જીત્યું છે. ભારતે ફાઈનલમાં બાંગ્લાદેશને 2-1થી હરાવ્યું હતું. ફુલ ટાઈમ સુધી સ્કોર 1-1થી બરાબર હતું. ઈન્જરી ટાઈમ (90+1)માં રવિ રાણાએ ગોલ કરી ટીમને રોમાંચક જીત અપાવી હતી. ત્રીજા સ્થાન માટેની મેચમાં માલદીવે ભૂટાનને 1-0થી હરાવ્યું. બીજી જ મિનિટે ભારતના વિક્રમ પ્રતાપ સિંહે ગોલ કરી ટીમને 1-0થી લીડ અપાવી. 38મી મિનિટમાં બાંગ્લાદેશના યાસિન અરાફાતે ગોલ કરી સ્કોર 1-1 કર્યો હતો. હાફ ટાઈમ સુધીમાં સ્કોર આ જ હતો. ટીમે ટૂર્નામેન્ટમાં એક પણ મેચ ગુમાવી નહોતી. 4 માંથી 3 મેચો જીતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2mHYFn3
via
IFTTT
No comments:
Post a Comment