
પ્ટેમ્બર મહિનો જાહેરાતોનો રહ્યો હતો. સરકારે તબક્કાવાર વિવિધ નાણાકિય પગલાંઓની જાહેરાત કરી હતી અને શેરબજારે તેની પ્રતિક્રિયારૂપે મોટી વધ-ઘટ દર્શાવી હતી. લગભગ ચાર સિરિઝ બાદ સપ્ટેમ્બર સિરિઝમાં નિફ્ટી પોઝીટીવ બંધ આવ્યો હતો. સરકારે સૌથી મોટી જાહેરાતમાં કોર્પોરેટ ટેક્સમાં ધરખમ ઘટાડો કર્યો હતો. જેને અર્થશાસ્ત્રીઓ આઝાદી બાદના સૌથી મોટા ટેક્સ રિફોર્મ્સ તરીકે ગણાવી રહ્યાં છે. સરકારના આ પગલાને કારણે કોર્પોરેટ અર્નિંગ્સમાં વૃદ્ધિની શક્યતા વધી છે. કંપનીઓના અર્નિંગ્સને લઈને રિ-રેટિંગ જોવા મળશે. અર્થતંત્રમાં માગમાં પણ વૃદ્ધિ જોવા મળી શકે છે. સરકારના પ્રયાસોએ માર્કેટના મૂડને બદલ્યો છે અને કેટલાક દિવસો અગાઉ બજારમાં જોવા મળતો ગભરાટ હવે જાણે લોભમાં બદલાયો હોય તેવું જણાય છે. જો સરકારે કોઈ આર્થિક પગલાઓની જાહેરાત ના કરી હોય તો સપ્ટેમ્બર સિરિઝ ચોક્કસ નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહી હોત એમાં શંકા નથી. આનો અર્થ એવો પણ થાય છે કે શોર્ટ સેલર્સે તેમની પોઝીશન રોલઓવર કરવાનું મુનાસિબ નથી માન્યું. આગામી દિવસોમાં અમને મેટલ ક્ષેત્રે જોવા મળેલો સુધારો અલ્પજીવી નીવડે તેવું જણાય છે. કેમકે તેમને કોર્પોરેટ ટેક્સ કટનો લાભ ટૂંકાગાળા માટે જ મળશે. મેટલ કંપનીઓની બેલેન્સ શીટમાં ઋણ ખૂબ ઊંચું છે અને તેમને આર્થિક વૃદ્ધિ દરમાં નરમાઈ પરેશાન કરી રહી છે. નજીકના સમયગાળામાં તેમનું ઊંચું ઋણ તેમની તકલીફ ચાલુ રાખે એવું અમને જણાય છે. આગામી બે વર્ષ દરમિયાન તેઓ નવું કોઈ કેપેક્સ કરે તેવી શક્યતા નહિવત છે. મારી દ્રષ્ટિએ ટેક્સ કટ બાદ લાર્જ-કેપ્સાં જોવા મળેલું આઉટપર્ફોર્મન્સ હવે અટકશે અને રોકાણકારો ક્વોલિટી મીડ-કેપ્સ પર નજર દોડાવશે. ચાલુ કેલેન્ડરના પ્રથમ નવ મહિનાની વાત કરીએ તો એનએસઈ મીડકેપ-100 ઈન્ડેક્સ 9 ટકાનો ઘટાડો દર્શાવે છે. સામે બેન્ચમાર્ક નિફ્ટી 7 ટકાનો સુધારો દર્શાવે છે. આમ મીડ-કેપ્સમાં વેલ્યૂએશન આકર્ષક છે. મજબૂત બેલેન્સ શીટ ધરાવતાં મીડ-કેપ્સમાં ખરીદીનો સમય શરૂ થાય તેવું જણાય છે. ઓપ્શન્સ સેગમેન્ટની વાત કરીએ તો નિફ્ટીમાં 11400ના પુટ્સમાં નોંધપાત્ર પોઝીશન જોવા મળી રહી છે. કોલ્સ બાજુએ 12000માં ઊંચી પોઝીશન છે. આમ માર્કેટની રેંજ 11400-12000ની રહેવાની અપેક્ષા છે. જે રીતે લોંગ બિલ્ડ-અપ્સ જોવા મળી રહ્યાં છે અને પોઝીટીવ મોમેન્ટમ જોવા મળ્યું છે નિફ્ટીમાં 11૩50ના સ્ટોપલોસે લોંગ પોઝીશન જાળવી શકાય છે. ઊપરમાં 11780-11900ના ઝોનમાં અવરોધ નડી શકે છે. (લેખક: ડિરેક્ટર, ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝ છે)
માર્કેટ વોચ
આસિફ હિરાણી
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2on5RVW
via
IFTTT
No comments:
Post a Comment