ભારતીય ટીમ ભુવનેશ્વરમાં બેલ્જિયમ સામે પ્રથમવાર હારી, તેની સામે 5માંથી 3 મેચ જીતી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, February 9, 2020

ભારતીય ટીમ ભુવનેશ્વરમાં બેલ્જિયમ સામે પ્રથમવાર હારી, તેની સામે 5માંથી 3 મેચ જીતી

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય હોકી ટીમને પ્રો-લીગમાં પ્રથમવાર હારનો સામનો કરવો પડ્યો. ભુવનેશ્વરમાં વર્લ્ડ નંબર-1 બેલ્જિયમે ભારતને 3-2થી હરાવ્યું. આ અગાઉ, ભારતે શનિવારે વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમને 2-1થી માત આપી હતી. બેલ્જિયમે ભુવનેશ્વરમાં પ્રથમવાર ભારતને હરાવ્યું. આ અગાઉ રમાયેલી ચાર મેચમાંથી 3 ભારતે જીતી હતી અને 1 મેચ ડ્રો રહી હતી. ભારતીય ટીમ લીગમાં આગામી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. ભુવનેશ્વરમાં 2 મેચ 21-22 ફેબ્રુઆરીએ રમાશે.

કલિંગા સ્ટેડિયમાં ભારત તરફથી વિવેક સાગર પ્રસાદે 15મી અને અમિત રોહિદાસે 17મી મિનિટે ગોલ કર્યો હતો. જ્યારે બેલ્જિયમ માટે પેનલ્ટી કોર્નર સ્પેશિયાલિસ્ટ હેન્ડ્રિક્સે ત્રીજી અને મેક્સિમે 17મી તથા 26મી મિનિટે ગોલ કર્યા હતા. હાફ ટાઈમ સુધી સ્કોર 3-2 હતો. છેલ્લા 2 ક્વાર્ટરમાં ગોલ ના થયો. ભારતે 2 પેનલ્ટી કોર્નર ગુમાવ્યા. બંને ટીમોને ગોલ કરવાની ઘણી તકો મળી હતી, પરંતુ તેઓ તેનો ફાયદો ઉઠાવી શકી નહીં. ભારતે 11 અને બેલ્જિયમે 9 તકો ગુમાવી. બેલ્જિયમ પ્રો-લીગમાં 14 પોઈન્ટ સાથે પ્રથમ નંબરે છે, જ્યારે ભારત 8 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રો-લીગમાં ભારત 8 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને છે.


from Divya Bhaskar https://ift.tt/2UKnDAR
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here