સ્પોર્ટ્સ ડેસ્ક: બાર્સેલોનાનો અંશુ ફાતી સ્પેનિશ ફૂટબોલ લીગ 'લા લિગા'ની એક મેચમાં બે ગોલ કરનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેણે લેવાંતે વિરુદ્ધ રવિવારે બે મિનિટમાં બે ગોલ કર્યા હતા. તેના શાનદાર પ્રદર્શન થકી બાર્સેલોનાએ લેવાંતેને 2-1થી હરાવ્યું હતું. અંશુએ પહેલો ગોલ 30મી મિનિટ અને બીજો ગોલ 32મી મિનિટે કર્યો હતો. બંને ગોલ બાર્સેલોનાના કપ્તાન લિયોનલ મેસીએ આસિસ્ટ કર્યા હતા. અંશુની પહેલા એક મેચમાં બે ગોલ કરનાર સૌથી યુવા ખેલાડી જુઆન મિગુએલ જિમિનેજ હતો. તેણે 2010માં 17 વર્ષ અને 115 દિવસની વયે આ રેકોર્ડ બનાવ્યો હતો.
ગયા વર્ષે 10 ડિસેમ્બરે ફાતી ચેમ્પિયન્સ લીગમાં સૌથી નાની ઉંમરે ગોલ કરનાર ખેલાડી બન્યો હતો. ત્યારે તેની ઉંમર 17 વર્ષ અને 40 દિવસ હતી. ફાતીના ગોલની મદદથી બાર્સેલોનાએ ઇન્ટર મિલાનને 2-1થી હરાવી ટૂર્નામેન્ટની બહાર કરી દીધું હતું.
GAME OVER 💪🔵🔴 pic.twitter.com/0Nt4vVDNep
— FC Barcelona (@FCBarcelona) February 2, 2020
ફાતીએ કહ્યું- મેસી સાથે રમવાનું સપનું પૂરું થયું
ફાતીએ મેચ પછી કહ્યું કે, હું વર્ષોથી મેસીને રમતા જોવ છું. તેની સાથે રમવાનું મારુ સપનું પૂરું થયું છે. હું મારા સાથી ખેલાડીઓ અને કોચનો આભાર માનું છું. ફાતીએ પહેલો ગોલ મેસીના પાસ પર જમણા પગથી કર્યો હતો. તેનો શોટ લેવાંતેના ગોલકીપર એટોર ફર્નાન્ડેજના બંને પગ વચ્ચેથી ગયો હતો. તેની બે મિનિટ પછી તેણે ડાબા પગે ગોલ કર્યો હતો. તેણે આ સીઝનમાં પાંચ ગોલ કર્યા છે.
POST-GAME REACTIONS | @ANSUFATI, @ivanrakitic, and @QSetien pic.twitter.com/9NOq2Q6A8D
— FC Barcelona (@FCBarcelona) February 2, 2020
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31l7gf3
via IFTTT
No comments:
Post a Comment