કોહલીએ બ્રાન્ડ વેલ્યુમાં સલમાન, શાહરુખ અને ધોનીને પાછળ છોડ્યા, રોહિત-સચિનથી 10 ગણા વધારે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, February 5, 2020

કોહલીએ બ્રાન્ડ વેલ્યુમાં સલમાન, શાહરુખ અને ધોનીને પાછળ છોડ્યા, રોહિત-સચિનથી 10 ગણા વધારે

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બ્રાન્ડ વેલ્યુની યાદીમાં ટોપ પર છે. 2019માં તેની બ્રાંડ વેલ્યુ 39% વધી રૂપિયા 1691 કરોડ થઈ છે. વૈશ્વિક સલાહકાર કંપની ડફ એન્ડ ફેલ્પ્સ દ્વારા બુધવારે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. કોહલીની બ્રાન્ડ વેલ્યુ રોહિત શર્મા અને સચિન તેંડુલકર કરતા લગભગ 10 ગણા વધારે છે. કોહલીએ આ મામલામાં મહેન્દ્રસિંહ ધોની, બોલિવૂડ કલાકારો સલમાન ખાન, શાહરૂખ ખાન, રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પાદુકોણને પણ પાછળ છોડી દીધા છે.

ધોની દેશનો બીજો ખેલાડી છે જેની બ્રાન્ડ વેલ્યુ 293 કરોડ રૂપિયા છે. લિસ્ટમાં સચિન તેંડુલકર 179 કરોડ રૂપિયા અને 164 કરોડ રૂપિયાની બ્રાન્ડ વેલ્યુ સાથે 15મા અને 20મા સ્થાને છે.

ભારતના ટોપ-6 બ્રાન્ડ વેલ્યુ સ્ટાર:

  • વિરાટ કોહલી: 1691 કરોડ રૂપિયા
  • અક્ષય કુમાર: 744 કરોડ રૂપિયા
  • દીપિકા પાદુકોણ: 665 કરોડ રૂપિયા
  • રણબીર સિંહ: 665 કરોડ રૂપિયા
  • શાહરુખ ખાન: 470 કરોડ રૂપિયા
  • સલમાન ખાન: 397 કરોડ રૂપિયા

કોહલીએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 70 સદી મારી
વિરાટ કોહલી અત્યાર સુધીમાં ભારત માટે 84 ટેસ્ટ, 246 વનડે અને 82 T-20 રમ્યો છે. તેણે ટેસ્ટમાં 54.97ની એવરેજથી 7202, વનડેમાં 59.81ની એવરેજથી 11843 અને T-20માં 50.80ની એવરેજથી 2794 રન કર્યા છે. કોહલીએ ટેસ્ટમાં 27 અને વનડેમાં 43 સદી મારી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
વિરાટ કોહલી ભારત માટે 84 ટેસ્ટ, 246 વનડે અને 82 T-20 રમ્યો છે.


from Divya Bhaskar https://ift.tt/3bftLXk
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here