સ્પોર્ટ્સ ડેસ્કઃ ટેનિસ કોર્ટ પર 2 વર્ષ બાદ પરત ફરેલી સાનિયા મિર્ઝાએ શનિવારે હોબાર્ટ ઈન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટની ડબલ્સમાં જીત મેળવી છે. સાનિયાએ યુક્રેનની નાદિયા કિચેનોકની સાથે ચીનની જૈંગ અને પૈંગ શુઆઈને 6-4, 6-4થી હરાવી. આ મેચ એક કલાક અને 21 મિનિટ સુધી ચાલી હતી. સાનિયાએ તેના કરિયરની 42મી WTA ડબલ્સ જીતી છે. તેણે પ્રથમ વખત 2007માં અમેરિકાની પાર્ટનરની બૈથની માટેક-સેન્ડસની સાથે બ્રિસ્બેન ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ જીતી હતી
સોનિયા-નાદિયાની જોડીન પ્રાઈસ મની તરીકે 9.5 લાખ રૂપિયા મળ્યા છે. આ જીતની સાથે જ તેને 280 રેન્કિંગ પોઈન્ટનો પણ ફાયદો થયો.
Straight sets win 🤩
— WTA (@WTA) January 18, 2020
Nadiia Kichenok and @MirzaSania are your @HobartTennis Doubles Champions after defeating Peng/Zhang, 6-4, 6-4! pic.twitter.com/5rzrRbWcJp
સેમીફાઈનલમાં તમારા-બૂજકોવાને હરાવી હતી
છ વખત ગ્રેન્ડ સ્લેમ જીતનાર સાનિયાએ ઓક્ટોબર 2018માં પુત્રને જન્મ આપ્યો હતો. સાનિયાએ આ ટુર્નામેન્ટની સેમફાઈનલમાં સ્લોવેનિયાની તમારા જિદાનસેક અને ચેક ગણરાજ્યની મૈરી બૂજકોવાની જોડીને સીધે સેન્ટોમાં 7-6(3), 6-2થી હરાવી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2R4kYzo
via IFTTT
No comments:
Post a Comment