સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે પ્રો-હોકી લીગની બીજી મેચમાં નેધરલેન્ડને શૂટઆઉટમાં 3-1થી હરાવ્યું. ફુલટાઈમ સુધી સ્કોર 3-3ની બરાબરીએ હતો. પ્રથમ મેચ ભારતે 5-2થી જીતી હતી. ભારતે 36 વર્ષ બાદ નેધરલેન્ડ વિરુદ્ધ સતત 2 મેચ જીતી. આ અગાઉ 1984માં ટીમે આમ કર્યું હતું. ટીમને બંને મેચો જીતવા પર 99.75 રેન્કિંગ પોઈન્ટ મળ્યા. ટીમ હવે 8 અને 9 ફેબ્રુઆરીએ આ મેદાન પર બેલ્જિયમ સામે રમશે. કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી બીજી મેચમાં બંને ટીમો પ્રથમ ક્વાર્ટરમાં ગોલ કરી શકી નહોતી. 23મી મિનિટે કોર્નર પર નેધરલેન્ડના વાન ડર મિંકે ગોલ કરી ટીમને 1-0ની લીડ અપાવી. 25મી મિનિટે લલિત ઉપાધ્યાયે ગોલ કરી સ્કોર 1-1 કર્યો હતો. 26મી મિનિટે જેરોન હર્ટ્જબર્ગરે અને 27મી મિનિટે બોર્ને કિલરમેને ગોલ કરી નેધરલેન્ડને 3-1ની લીડ અપાવી. 50મી મિનિટ સુધી નેધરલેન્ડ આગળ હતું. 51મી મિનિટે કોર્નર પર મનદીપે અને 55મી મિનિટે રુપિન્દર પાલ સિંહે ગોલ કરી સ્કોર 3-3 કર્યો હતો.
શૂટઆઉટમાં વિવેક, ગુરજંત, આકાશદીપે ગોલ કર્યો
શૂટઆઉટમાં ભારત તરફથી વિવેક પ્રસાદ, ગુરજંત સિંહ અને આકાશ સિંહે ગોલ કર્યા. જ્યારે હરમનપ્રીત અને રુપિન્દર પાલ સિંહ ગોલ ના કરી શક્યા. નેધરલેન્ડ તરફથી માત્ર પ્રુજર ગોલ કરી શક્યો. હર્ટ્જબર્ગર, સ્કુરમેન અને બ્રિંકમેન ગોલ કરવાથી ચૂક્યા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2tBpvjX
via IFTTT
No comments:
Post a Comment