
રાજકોટ | રાજકોટમાં લોકો સાથે સીધી રીતે જોડાયેલા વિભાગોનું ભાસ્કરની 7 ટીમોએ ઓચિંતું નિરિક્ષણ કર્યું અને જાણ્યું કે, જનતાના કામકાજ સાથે જોડાયેલા વિભાગોની સ્થિતિ કેવી છે? સવારે 10:15થી 11:30 વાગ્યા સુધી ભાસ્કરની ટીમો કચેરીઓમાં હાજર રહી. હાલાત અત્યંત ખરાબ અને બેજવાદારી ભર્યા જોવા મળ્યા હતા. 26 ઓક્ટોબરથી કચેરીઓમાં રજાનો માહોલ જામી ગયો હતો. લાભ પાંચમ સુધી બધે જ દિવાળી-દિવાળી હતી. રજાઓ બાદના પ્રથમ સોમવારે ભાસ્કરની 7 ટીમે શહેરની સરકારી કચેરીઓમાં સવારથી જ ધામા નાખ્યા હતા અને એક-એક જગ્યાએ જઈને જોયું કે, જનતાના કામોની જવાબદારી જેમના શિરે છે તે અધિકારીઓ-કર્મચારીઓ જનતા પ્રત્યે કેટલી ભાવના કેટલી ધગશ છે. કર્મચારીઓ ઠીક અધીકારીઓ પણ મોડે-મોડે ઓફિસમાં આવ્યા. જનતાના મહત્ત્વના કાર્યોથી જોડાયેલી બારીઓ પર લોકો લાઈનમાં હતા. પરંતુ બાબુઓની ખુરશીઓ ખાલી હતી. અનેક જગ્યાએ એક જ ઘસાયેલા રેડિમેડ જવાબો સાંભળવા મળ્યા હતા કે, ‘સાહેબ રાઉન્ડમાં છે.’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WJMt2C
via
IFTTT
No comments:
Post a Comment