
અમેરિકાના જંગલોમાં ઘણા દિવસોથી ભીષણ આગ લાગી છે, જે રોજ વધુ ફેલાઇને નવા વિસ્તારોને ચપેટમાં લઇ રહી છે. આગ બુઝાવવા ફાયર બ્રિગેડના સેંકડો કર્મચારીઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે. સરકાર અસરગ્રસ્તોને રાહત આપી રહી છે પણ તે પૂરતી નથી. એવામાં અમેરિકી ફિલ્મોના ઓસ્કરવિજેતા પ્રસિદ્ધ અભિનેતા-નિર્માતા મેથ્યૂ મેકકોનાઘી આગથી પ્રભાવિત સેંકડો લોકોને મફતમાં જમાડીને અનોખી સેવા કરી રહ્યા છે. આ આગમાં સેંકડો મકાનો ખાક થઇ ચૂક્યા છે. હજારો લોકો બેઘર બનીને રાહત શિબિરોમાં છે.લોસ એન્જેલસના જંગલોમાં લાગેલી આગ બુઝાવવા 1 નવેમ્બરે ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ઓવરટાઇમ કર્યો. તે બધાને સારું ડિનર ઉપલબ્ધ કરાવવા મેથ્યૂ જાતે કિચનમાં ઘૂસ્યા અને ત્યાં રસોઇ બનાવતા લોકો સાથે કામે લાગી ગયા. તેમણે 20 ફાયર સ્ટેશનના કર્મચારીઓ ઉપરાંત 800થી વધુ બેઘર લોકોને ડિનર કરાવ્યું. ડલાસ બાયર્સ ક્લબ સ્ટાર અને વાઇલ્ડ તુર્કી બોર્બનના માલિક મેથ્યૂ રચનાત્મક કાર્યો માટે જાણીતા છે. તેમણે કહ્યું કે મારું એક ઘર કેલિફોર્નિયામાં છે. જ્યારે તેમને દક્ષિણ કેલિફોર્નિયામાં આગ ફેલાયાની જાણ થઇ તો પોતાના શહેર માટે તેમણે ટેક્સાસથી પોતાના સ્વયંસેવકોની એક ટીમ ભેગી કરી અને ત્યાં પહોંચી ગયા. તેમણે કહ્યું કે આ ભોજન તે લોકોની યાદમાં પણ છે કે જેમણે 2018માં વૂલ્સી ફાયર સામે જીવ જોખમમાં મૂક્યો હતો. ફાયર કર્મીઓને પ્રોત્સાહિત કરવા સાથે જ તેઓ અસરગ્રસ્તોની દરેક રીતે મદદ કરી રહ્યા છે. શનિવારે ફાયર કર્મીઓની ટીમે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરીને મેથ્યૂનો આભાર માન્યો છે. આ સાથે જ મેથ્યૂએ ત્યાંની સંસ્થા ઓબીઆર કે જે દાન માટે જાણીતી છે તેની સાથે પોતાને જોડી લીધા છે, જેથી અસરગ્રસ્તોની બરાબર મદદ કરી શકાય. ઓબીઆરની સ્થાપના 2011માં થઇ હતી. તેણે 2017ના હાર્વે વાવાઝોડા, 2018માં ફ્લોરિડામાં માઇકલ વાવાઝોડા, નોર્થ કેરોલિનામાં ફ્લોરેન્સ વાવાઝોડાથી અસરગ્રસ્ત 14 હજારથી વધુ સ્વયંસેવકોની મદદથી 30 લાખથી વધુ લોકોને ભોજન પીરસ્યું હતું. 2017માં તેના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી સ્ટેન હેસને સીએનએને હીરો જાહેર કર્યા હતા. મેથ્યૂ ભોજન માટે લાઇનમાં ઊભા રહેલા સ્ત્રી-પુરુષો અને બાળકોને જોઇને દ્રવિત થઇ ગયા. તેમણે સ્વૈચ્છિક સંગઠનોને આહ્વાન કર્યું કે તેઓ હજુ સુધી ચુપ કેમ છે? જેઓ મદદ કરવા ઇચ્છતા હોય તે બધા મારી સાથે આવે.


msn.com
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36IncKS
via
IFTTT
No comments:
Post a Comment